Thought Of The Day

दारुभूतो मुरारी

વરસો પહેલા સવાણી દાદાનો  અમેરિકાથી પત્ર હતો એમાં એક શ્લોકનું ચરણ તેમને યાદ આવતું નહોતું.મને પણ પૂછ્યું હતું મને પણ સુભાષિત ભાંડાગારમાં પણ ના મળ્યો આજે ઘણા વર્ષે internet ના માધ્યમથી  મળ્યો.આ  શ્લોક આવો હતો.એક કવિ ભગવાનના દર્શન કરતા કરતા ભગવાન લાકડાના કેમ થઇ ગયા? તેનો વિચાર કરતા આ શ્લોક રચાયો છે….

एका भार्या प्रकृतिरचला चंचला तु द्वितीया |

पुत्रोरनंग त्रिभुवनजयी सूर्यचन्द्रवाच नेत्रं |

भुजग शय्यामुदधिभवनं वाहनं पन्नगारी |

स्मारं स्मारं स्वजनकलहं दारूभूतो मुरारी||

એક પત્ની સ્વભાવથી સ્થિર એટલે પૃથ્વી-ભૂમિ બીજી સ્વભાવથી ચંચળ-લક્ષ્મી, પુત્રને અંગના હોવા છતાં ત્રણે ભુવન પર વિજય મેળવનાર – કામદેવ અંગ નથી તેવો અનંગ, સૂર્ય અને ચંદ્ર રૂપી નેત્ર,સર્પ શય્યા,સમુદ્રમાં ભવન એટલે કે ઘર-અવાજ અને પાણીવાળું,  બીજી બાજુ વાહન પન્ન્ગારી –સર્પ નો શત્રુ આમ સ્વજનો વચ્ચેના કલહથી કંટાળીને ભગવાન લાકડાના થઈ ગયા.

(दारुभूतो मुरारि) વધુ પડતી લાગણીશીલતા ને કારણે એક તબ્બકે માણસ “કોમા” માં સરી પડે,બેભાન બને કે મૃત્યુ પણ પામે.અહલ્યા પથ્થરની સહ્લ્યા કે શિલા બની ગઈ તેનું કારણ પણ આવું જ હતું ને?દેવરાજ ઇન્દ્ર, ચંદ્ર,જેવી વ્યક્તિ ચારિત્ર્ય ભ્રષ્ટ કરવા આટલી નીચી કક્ષાએ જાય તો અહલ્યા “કોમા” માં સારી પડે તે સ્વભાવિક છે.તણાવને કારણે આવતી મૂઢતા એ જ પથ્થર બની જવું સ્વજનોના કલહ ને કારણે જ ભગવાનની પણ આવી સ્થિતિ થઇ તેવી કલ્પના કરી છે. ભગવાન એટલે  જ  દારૂભૂતો મુરારી બન્યા હશે.મને એમ થાય છે કે રામ સાયકોલોજીસ્ટ પણ હતા તેમણે અહલ્યાને સમજાવ્યું હશે Tritment આપી હશે કે આવું તો ચાલ્યા કરે પિત્તળ ની ચામડી કરીને પણ જીવવું પડે ગૌતમ ઋષિ ખાતર પણ અને અહલ્યા પાછી Noramal  બની હશે એવું મને લાગે છે  તમને કેમ લાગે છે?????

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s