Votar’s Day

મતદાતા જાગૃતિ દિવસ
આજે ૨૫ મી જાન્યુઆરી એ મતદાતા જાગૃતિ દિવસ ઉજવાય રહ્યો છે જયારે વિકાસ દરેક ક્ષેત્રે જોવા મળે છે ત્યારે ચૂંટણી બાબતે પણ થશે તેવા એક સમાચાર વાંચ્યા.

ચૂંટણી કમિશ્નર શ્રી હરિશંકર બ્રહ્મા એ કહ્યું છે કે હવે ના યુવા મતદારો સ્માર્ટ ફોન કે મોબાઈલ દ્વારા મતદાન કારી શકે તેવી વિચારણા ચાલે છે.આ એક વિકાસ ને લગતા અને આનંદના સમાચાર છે મને ઘણા વખત થી આવા વિચાર આવતા પણ એમ થાય કે આ અઘરી અને અશક્ય બાબત છે પણ જ્યારથી આધાર કાર્ડ આવ્યા ત્યારે એમ થયું કે આંખ અને આંગળીઓ વડે માણસની ઓળખ થાય તો આ શક્ય બને એ નવાઈ નથી.
વળી હરિશંકર બ્રહમા આ તો ત્રણે ય દેવો ભેગા થયા તેવું સુંદર નામ છે જે આ અશક્ય ને શક્ય બનાવે તો નવાઈ ના પામતાં કેમ કે હવે આટલો કાગળનો વ્યય, સમયનો વ્યય,અને કેટલો બધો આર્થિક વ્યય જોતા આ મોબાઈલ દ્વારા મત યુવાનો હોંશે હોંશે સ્વીકારશે તેમાં બે મત નથી.
આના વિકલ્પે દરેક ગામ નેટ થી જોડાયેલું હોવું જોઇશે પણ તે અત્યારે જે ચૂંટણી ખર્ચ થાય છે તે કરતા સસ્તું પડશે અને કાયમી આ ગામો ઇન્ટરનેટથી જોડાશે તેથી આ ખર્ચ લેખે લાગશે.કર્મચારીઓ ને આપતું વળતર, કાગળો,સલામતી અને પારદર્શકતા ના સંદર્ભમાં આ પદ્ધતિ શ્રેષ્ઠ બનશે તેમાં કોઈ શંકા નથી.ગુજરાતના દરેક ગામ ઈન્ટરનેટ થી જોડાયેલા છે જ.મોબાઈલની કનેક્ટિવિટી બધે છે જ અને ના હોય તો પણ તે ઉભી કરવી હાલની ચૂંટણી કરતા સહેલું બને તે નિશંક છે.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s