Makarsankranti -Dan

મકર સંક્રાંતિ અને દાન
દાન શબ્દ दा ધાતુ પરથી બનેલો છે 3 જા ગણનો આ ધાતુ છે “આપવું”એવો તેનો અર્થ થાય તેને यच्छ એવો આદેશ થઈને પણ ક્રિયાપદના રૂપો બને છે.મકર સક્રાંતિ એ દાન કરવાનો એમાય તલ, શીંગ વગેરે ના દાનનો મહિમા છે આમ કેમ ?વાલી ગુપ્ત દાન નો મહિમા પણ છે શા માટે?
મને લાગે છે કે આને કારણે સમાજમાં સમત્વ આવે તેવો ઉદ્દેશ છે જે સમાજમાં મૂડીવાદ અને ગરીબી એવા બે મોટા ભાગ હોય તે ક્યારે ય સુખી ના થઈ શકે આવી આર્થિક અસમાનતા ક્યારેય સમાજ ને વિકસાવી ના શકે.
આ માટે જ દાન કરવું જરૂરી છે અને ગુપ્ત એટલા માટે કે દાન લેનાર ને હીનતા કે લઘુતાની લાગણી ના જન્મે કેવો સરસ ખ્યાલ સામે દાન લેનારની લાગણીનો પણ રાખ્યો છે હીનતા કે લઘુતા ની લાગણી પણ સમાજમાં ગુનાખોરી વધારે છે માનસિક રીતે તંદુરસ્ત સમાજ માટે આ જરૂરી છે સંસ્કૃત ભાષા માં તેલ માટે સ્નેહ શબ્દ છે એટલે સ્નેહ સાથે આપવું સમાજ ને રુક્ષ થતો માનવીને લાગણીહીન થતો અટકાવવો હોય તો તલ શીગ જેવા સ્નેહલ દ્રવ્યોનું સામે વાળા ની લાગણી ના ઘવાય તેમ આપવું.
પહેલા તલના લાડુમાં સોનું છૂપાવી ને રાજા દાન કરતા લોકો રૂપિયો અંદર મૂકીને દાન કરતા.હવે તો લાડવા વેચાતા લઈને દાન કરે છે એમાં સ્નેહ ક્યાંથી હોય?લોકો આ લાડુ જાતે-પોતે બનાવતા આ લાડુ બનાવતા બનાવતા ગરમ ગોળ હાથમાં અડી જતો હાથ લાલ થી જતા પણ પ્રેમ થી બનાવાતા અને પ્રેમથી દાન પણ થતું એટલે જ લાગણીશીલ સમાજ નું નિર્માણ થઈ શકે.
જો કે આજે પણ લોકો ધન દાન ને બદલે રક્તદાન અન્નદાન સમયદાન (આજના સમય માં મોટું દાન )કરે છે.મૃત્યુ બાદ નેત્રદાન અને દેહદાન પણ આજે લોકો કરે છે.અન્નદાન શ્રેષ્ઠ દાન છે તેથી સંત જલારામબાપા એ કહ્યું છે કે “જ્યાં રોટી નો ટૂકડો ત્યાં હરિ ઢૂંકડો.”

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s