Goal Of Education

શિક્ષણ અને વિશ્વમાનવ

શિક્ષણ નો એક અર્થ થાય છે કે વર્તનમાં પરિવર્તન લાવવું.શિક્ષણ દ્વારા “હું માનવી માનવ થાઉં” તો ઘણું અને“વ્યક્તિ મટી બનું વિશ્વ માનવી” જે આપણને વિશ્વ માનવી બનવા તરફ લઇ જાય તે જ શિક્ષણ.

જો શિક્ષણ ભેદભાવ મિટાવી ના શકે તો એ શિક્ષણ નથી.

આપણી શિક્ષણ પદ્ધતિ ભેદભાવ મિટાવી શકી નથી.જો કે આપણો પ્રયત્ન અને ધ્યેય વાદ થી ઉપર અને ઉન્નત થવાનું રહ્યું છે.જ્ઞાતિ અને જાતિવાદ થી ઉપર જવું તે જ શિક્ષણ.સૂક્ષ્મ અર્થમાં તો રાષ્ટ્રવાદ પણ સંકુચિતતા જ છે. પરંતુ રાષ્ટ્રવાદ વધુ વિશાળ સ્વાર્થ છે સ્વાર્થમાં જયારે વ્યાપકતા આવે ત્યારે તે પરમાર્થ બને છે.માતાનો બાળક પ્રત્યેનો પ્રેમ કદાચ સ્વાર્થ છે પણ બધા બાળક પ્રત્યેનો પ્રેમ તો પરમાત્મા જ ધરાવી શકે.વ્યક્તિએ આ કક્ષાનું ધ્યેય રાખવાનું છે.કૃષ્ણ બુદ્ધ અને મહાવીર આ વિશ્વ માનવી કરતા પણ આગળ વધીને પરમ આત્મા બન્યા છે.

ઉમાશંકર જોશીનું કહેવું તો એમ છે કે વ્યક્તિએ ભારતીય, જાપાની,અમેરિકન,રશિયન વગેરે રાષ્ટ્રવાદી વિચારસરણીથી પર થઈને ફક્ત વિશ્વમાનવ બનવાનું છે.આપણે હજુ બ્રાહ્મણ,વાાણયા, ક્ષત્રિય, શુદ્ર એ ચાર વર્ણ તો ઠીક…પણ પેટા જ્ઞાતિઓની સંકુચિતતા પણ છોડી શકતા નથી.આ બાબતના વાડામાંથી બહાર ના નીકળીએ તો આપણે શિક્ષણ પ્રાપ્ત કર્યું જ ના કહેવાય.જે શિક્ષણ આ વાડામાંથી બહાર ના કાઢી શકે તે ખરેખર શિક્ષણ નથી નથી ને નથી જ.

વ્યક્તિએ બાળપણ અવસ્થામાં અંતર્મુખી હોય એટલે ત્રણ વરસ સુધી રમકડાંની બાબતમાં તે માલિકીભાવ દર્શાવે તે સ્વભાવિક છે પરંતુ જયારે તે શિક્ષણ પ્રાપ્ત કરે ત્યારે તેનામાં પરિવર્તન આવવું જરૂરી છે.

જ્ઞાતિવાદ, જાતિવાદ, કોમવાદ કે વિવિધ વાદને આપણે એકતાનું નામ પણ આપી શકાય.વ્યક્તિવાદી સ્વાર્થ કરતા ઉપરનાં વાદ પરમાર્થ (વધુ લોકોનું હિત )તરફ લઇ જાય છે. પરંતુ વ્યક્તિ એ શિક્ષણ દ્વારા પરિપક્વતા પ્રાપ્ત કરીને વિશ્વ માનવ બનવા તરફ જવાનું છે.જો કે મહાવીર અને બુદ્ધની દૃષ્ટિ એ જોઈએ તો માનવ વાદ કરતા પણ હજુ આગળ અધ્યાત્મવાદ એટલે સુક્ષ્મ જીવો પણ આપણી જેવા જ પરમાત્માના અંશ છે.વિશ્વ માનવ કરતાં પણ આપણી ભારતીય ઋષિમુનિઓ કહે છે કે કીડી થી માંડીને હાથી સુધી દરેકમાં પરમ આત્માનો અંશ જોવો.

ઘણીવાર આપણે ઉચ્ચ પદવી પ્રાપ્ત કરેલ વ્યક્તિ પણ ક્યારેક જ્ઞાતિજાતિના બંધનથી મુક્ત ના હોય ત્યારે એમ થાય કે શું આણે શિક્ષણ પ્રાપ્ત કર્યું છે કે કેમ? જે જ્ઞાતિ-જાતિના વાડામાં બંધાયેલો રહે તે શિક્ષિત શાનો ?

सा विद्या या विमुक्तये | જે મુક્તિ અપાવે તે વિદ્યા.જે અહંતા-મમતા વાદ મારાપણું –તારાપણું એવા ભેદ દૂર કરે તે શિક્ષણ. વિશાળ અર્થમાં તો દેહ અને આત્મા ભિન્ન છે તેવું જ્ઞાનની પ્રાપ્તિ થવી જોઈએ એને બદલે માણસ-માણસ વચ્ચે ભેદ ઉભો થાય તેવી શિક્ષણ પદ્ધતિને બદલે…

अयं निज परो वेत्ति गणना लघुचेतसाम् |

उदारचरितानाम् तु वसुधैव कुटुम्बकम् ||

“આ મારો અને આ પારકો” એવી સંકુચિત માણસોની ગણતરી હોય છે.ઉદાત્ત ચરિત્રવાળા ને તો આખી વસુધા-પૃથ્વી કુટુંબ જ છે.

 

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s