Healthy Teacher -Healthy Education

સ્વસ્થ શિક્ષક-સ્વસ્થ શિક્ષણ
હાલમાં વર્તમાનપત્રો અને શૈક્ષણિક સામયિકોમાં ફાજલ શિક્ષકોનો પ્રશ્ન તેમને રક્ષણની નીતિ વિષયક બાબતો કેન્દ્ર સ્થાને છે.આ શિક્ષકો ફાજલ થવાનું કારણ ધોરણ ૮ નો વર્ગ પ્રાથમિકમાં સમાવિષ્ટ થયો તે છે.બાલમંદિર,પ્રાથમિક, માધ્યમિક,ઉચ્ચતર માધ્યમિક કે કોલેજ એવા વિભાગો વિદ્યાર્થીની અવસ્થા ને લક્ષમાં રાખીને શિક્ષણશાસ્ત્રીઓ એ મનોવિજ્ઞાનના સંદર્ભમાં વિભાજીત કર્યા છે.
હમણાં એવું વર્તમાનપત્રમાં વાંચ્યું કે ધોરણ ૯ અને ૧૦ પણ પ્રાથમિકમાં સમાવવા નો પ્રોજેક્ટ હાથ ધરાયો છે જો કે આ વિદ્યાર્થીઓ મધ્ય તરુણાવસ્થામાં આવે અને ધોરણ ૧ થી ૫  એ બાલ્યાવસ્થા સાથે મુકવાથી કે ધોરણ ૬ થી ૮ ના કિશોરાવસ્થા ના બાળકો સાથે કેમ અનુકૂલન સાધશે ?
વારુ,એ તો પ્રાથમિક શાળામાં આંતરિક વિભાજન થશે.
પરંતુ સૌથી મોટો લાભ એ કે ધોરણ ૯ અને ૧૦ ના શિક્ષકો ફાજલ થવાના ભયમાંથી મુક્ત થશે. અસ્વસ્થ શિક્ષક અસલામતીની ભાવના અનુભવતો હોય તો એ સ્વસ્થ શિક્ષણ કેમ આપી શકે ?
ફાજલ શિક્ષકની સમસ્યા માટેનો સારામાં સારો અને સહેલો ઉપાય એ છે કે વિદ્યાર્થીઓ જે શાળામાં થી આવતા હોય અને તે શાળામાં ધોરણ ૯ અને ૧૦ શરુ થવાનું હોય તે જ શાળામાં આ ફાજલ થતા શિક્ષક ને મુકવામાં આવે તો આ સમસ્યા જ ના રહે.ધોરણ ૮ પ્રાથમિક માં સમાવિષ્ટ કર્યું ત્યારે પણ જે પ્રાથમિક શાળામાં આ વર્ગ વધ્યો ત્યાં જ આ શિક્ષકોને મુક્યા હોત તો પણ અત્યારે જે સમસ્યા ઉદભવી છે તે કદાચ ઉદભવી જ ના હોત.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s