Who Is Fail ?

કોણ નાપાસ ?
આજકાલ શિક્ષણની એક મોટી સમસ્યા છે કે વિદ્યાર્થીઓ શાળા કે કોલેજમાંથી “બંક”મારે છે.આપણે આ માટે પહેલા તો વર્ગમાં દરેક તાસમાં હાજરી લઈએ છીએ.વિદ્યાર્થીને બોલાવી હાજર નહી રહે તો વાલીને બોલાલાવવા પડશે તેવી તાકીદ પણ કરીએ છીએ.કેટલાક વિદ્યાર્થી ડરીને નિયમિત બની જાય છે અને ભણવા લાગે છેઅથવા કમને હાજર રહીને તોફાન તરફ કે શિક્ષકની નિંદા અને તિરસ્કાર તરફ વળે છે.
સંસ્કાર ત્રણ રીતે પડી શકે.
૧ ભય
૨ લાલચ
૩ પ્રેમ
ભય ને કારણે સંસ્કાર કે આવડત તો આવે પણ વ્યક્તિ જેનાથી ડરે છે તેનો મનથી તિરસ્કાર કરે છે લાલચ કે ઇનામ દ્વારા પડતા સંસ્કાર સ્વાર્થ પૂરો થતાં એટલે કે અભ્યાસ પૂરો થતાં એ સંસ્કાર કે પ્રેમ પૂરો થઇ જાય છે.
જયારે પ્રેમ કે લાગણીથી પડતા સંસ્કારો આજીવન રહે છે માટે શાળાનું વાતાવરણ આચાર્ય અને શિક્ષકો દ્વારા પ્રેમ ભર્યું બને તો જ આ સમસ્યા ઉકેલી શકાય આ માટે ગુરુ જનોનું પક્ષપાત રહિત વલણ,આત્મીયતા ભર્યું વાતાવરણ જરૂરી છે.શિક્ષણની પદ્ધતિ અને વિષયો પણ એવા હોવા જરૂરી કે વિદ્યાર્થી હોંશે હોંશે વાંચે.રજાઓ પડે ત્યારે વિદ્યાર્થીને એમ થવું જોઈએ કે ક્યારે શાળા ખુલ્લે અને ક્યારે શાળાએ જઈએ ? આવું વાતાવરણ શિક્ષણ માટે તંદુરસ્તી ભર્યું ગણાય ? જો એમ થાય કે અરેરે ! હવે તો શાળાએ જવું પડશે.આવી અરેરાટી નીકળે તો સમજવું કે શાળાનું વાતાવરણ સંકુચિત અને દૂષિત છે.
આપણે વાલીને બોલાવીને કહીએ કે તમારું બાળક તાસ ન ભરતું હોવાથી નાપાસ થશે.કેમ એવું ના બને કે વિદ્યાર્થી શાલ ખુલવાની રાહે બેઠા હોય અને આપણે તેને ઘરે મોકલવા પડે ?આવું સુંદર વાતાવરણ શાળાનું હોય તો જ આપણે પાસ નહી તો વિદ્યાર્થી તો જયારે નાપાસ થાય ત્યારે થાય આપણે શિક્ષણશાસ્ત્રી તરીકે ચોક્કસ નાપાસ !

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s