Happy Divali

HappyDiwali[1]

શિક્ષણમાં દિપાવલી

સવારમાં વર્તમાનપત્ર જોયું વિવિધ શાળાઓ ખેલ મહાકુંભમાં ઝળકી તેવા સમાચાર વાંચ્યા.ઘણીવાર શાળાનું પરિણામ ઓછુ આવતું હોય તેવી શાળા રમતગમતમાં મેદાન મારી જતી હોય છે.સારામાં સારા રમતવીર S.S.C.માં અનુત્તીર્ણ થતાં હોય છે ત્યારે મને એમ થાય છે કે શિક્ષણમાં ખીલતી પ્રતિભા અને સર્જનાત્મકતા બંને અલગ બાબત છે.
જયારે ૧૯૮૨માં B.Ed.માં અભ્યાસ કરતો હતો ત્યારે “અપાનુકૂલિત બાળકોનું શિક્ષણ”એવો વૈકલ્પિક વિષય પસંદ કરેલો.એમાં ચાર પ્રકારના અપાનુકૂલિત બાળકો વિષે અભ્યાસ કરવાનો હતો.
૧ પ્રતિભાશાળી
૨ મંદબુદ્ધિ
૩ સાંવેગિક અપાનુકૂલિત
૪ સામાજિક અપાનુકૂલિત
આ વિષય ભણાવતા શ્રી ભોગાયતા સાહેબ કહેતા કે હજુ આમાં પ્રકારો પડી શકે વિદેશોમાં થતાં અભ્યાસો ની વાત તેઓ કરતા આવા વિવિધ બાળકો માટે વિવિધ અભ્યાસક્રમો અને સુવિધાઓ હોવી જોઈએ.
હમણાં છેલ્લા બે વર્ષમાં આવા “ડિસ્લેક્સિયા” અને” હાઇપર એક્ટીવ” બાળકો માટે “तारे जमीं पे ” રસરુચિના સંદર્ભમાં “थ्री इडियट” “फालतू”જેવા ઉત્તમ ચલચિત્રો જોવા મળ્યા પણ હજુ આ બાબતે જાગૃતિ જોવા મળતી નથી.
સર્જનાત્મકતા ધરાવતા રમતવીરો, કલાકારો હોય તેને આપણો સમાજ  તેજસ્વી વિદ્યાર્થી તરીકે જોતો જ નથી અરે ! શિક્ષકો પણ ફક્ત “માર્ક”વધારે લાવે તેને જ હોશિયાર ગણે છે  વાલી પણ બાળકને રેસ ના ઘોડા જેમ હરીફાઈમાં ઉતારી દે છે પોતાની “એન્ટ્રી” પાડવા માટે મોંઘીદાટ ‘ફી’ ભરીને બાળકની રસરુચિ જાણ્યા વગર,માતૃભાષા ભાષા દ્વારા જ શ્રેષ્ઠ શિક્ષણ મળી શકે તેવું  જાણતા હોવા છતાં આ લોકો બાળકનું અહિત કરે છે મારી પાસે ભણતા સર્જનાત્મક પ્રતિભા ધરાવતા રમતવીરો અને ચિત્ર માં હોશિયાર બાળકો કેટલાક ફરજિયાત વિષયો ને કારણે ફક્ત પરીક્ષામાં નાપાસ થતાં જોઉં ત્યારે એમ થાય કે આપણે કહેવાતા શિક્ષણવિદો ક્યારે જાગીશું ? જયારે તેમને મનગમતી પ્રવૃત્તિ અને વિષયો આપીશું ત્યારે જ સાચા અર્થમાં દિપાવલી શિક્ષણમાં આવી ગણાશે.આજે તો ભૌતિક અર્થમાં Heppy Divali.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s