Dhan Teras

ધનતેરસ

Laxmi
દિવાળીના તહેવારોમાં પહેલો દિવસ એટલે ધનતેરસ.આજે લક્ષ્મી પૂજનનો મહિમા છે.ભારતીય દર્શનોમાં અર્થ પુરુષાર્થનું પણ અન્ય પુરુષાર્થ જેટલું જ મહત્વ છે.अर्थस्य पुरुषो दास: | માણસ ને પૈસા વગર ચાલે નહી .પૈસા સર્વસ્વ નથી આમ છતાં જીવન જીવવા માટે આવશ્યક તો છે જ એટલે જ કહેવાયું છે કે सर्वे गुणा कांचनमाश्र्यनते |બધા  ગુણો  સોનામાં રહેલા છે.પુરાતનકાળમાં અને આજે પણ સોનાને સંપતિ ગણવામાં આવે છે.આવશ્યકતા વખતે તેની કિંમત ઊભી કરીને  જીવન યાપન થઇ શકે.આથી જ સોનાની પૂજા કરવામાં આવે છે.
પરંતુ સોનાને એટલું બધું મહત્વ પણ ન આપવું જોઈએ કે જીવનનો આનંદ માણસ ખોઈ બેસે ઘણી વાર માણસને સોનું કે પૈસા ભેગા કરવા “હોબી”બની જાય છે આ હાનીકારક છે લક્ષ્મીપૂજન કરવાનું પણ નારાયણ ને ભૂલવાનું નથી.श्री सूक्तं પાઠ અર્થ સાથે વાંચવામાં આવે તો આ બાબત સમજાય જાય છે તેમાં અલક્ષ્મી દૂર  થાય તેવું ઋષિ ઈચ્છે છે કેમકે આવી અલક્ષ્મી જીવનમાં અશાંતિ સર્જે છે.આવી મૂલ્ય રહિત પ્રાપ્ત કરેલ અલક્ષ્મી કરતા મૂલ્ય દ્વારા પ્રાપ્ત કરેલ લક્ષ્મી જ શ્રેષ્ઠ તે આ ધન તેરસનો ઉદ્દેશ્ય છે.બાકી “જર, જમીન ને જોરુ એ ત્રણે કજિયાના છોરું”એ ગુજરાતી કહેવત ઘણું કહી જાય છે.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s