Guru Pushyamrut Yog

ગુરુ પુષ્યામૃત યોગ
આજે ૧૬.૧૦.૨૦૧૪ ના રોજ ગુરુ પુષ્યામૃત યોગ છે.આજે ગુરુ કર્ક રાશીમાં છે. આમ તો ૧૭.૬.૨૦૧૪ થી ગુરુ કર્ક રાશીમાં છે પરંતુ આજે ચંદ્ર પણ કર્ક રાશીમાં છે અને આજે ગુરુવાર પણ છે.તેથી આ યોગ મહત્વનો બને છે. વળી પુષ્ય શ્રેષ્ઠ નક્ષત્ર પણ છે.
દેવોના ગુરુ બૃહસ્પતિ અને તેનો શ્રેષ્ઠ શિષ્ય એટલે ચંદ્ર.આ ચંદ્ર નું ઘર કર્ક રાશી છે.તે કર્ક માં બળવાન બને છે.પુષ્ય નક્ષત્ર સિંહ જેવું બળવાન કહ્યું છે.આ ચંદ્રના ઘરે કર્ક રાશીમાં આજે ગુરુ મહારાજ પધાર્યા છે દર તેર વર્ષ બાદ ગુરુ કર્ક માં આવે છે તેથી આ યોગ શુભ ગણાયો છે.
આ કાળીકાળ તો માણસો ભૌતિકવાદ બન્યા છે લોકોને  “શોર્ટકટ” દ્વારા સમૃદ્ધિ હોદ્દો માન પ્રતિષ્ઠા જોઈએ છે.લોકો ઊંઘ વેચીને કૂડકપટ કરીને પણ આ બધું મેળવવાનો યત્ન કરે છે.આવી રીતે પ્રાપ્ત કરેલી બાબતને નસીબ કે ભાગ્ય દ્વારા પ્રાપ્ત થયેલું માને છે.પરંતુ આ બાબત તેમને શાંતિ કે આનંદ આપી શકતી નથી.
આવા સુંદર યોગ માં વિદ્યા, શાંતિ અને આનંદ પ્રાપ્ત થાય તેવા પ્રયત્ન કરવા જોઈએ.સંપત્તિ કે હોદ્દો જ આનંદ આપતા હોત તો બુદ્ધ અને મહાવીર ચક્રવર્તી પદ છોડીને અર્ધી રાત્રે ત્યાગ કરે ખરા ?આવા યોગોમાં આધ્યાત્મિક કાર્યો કરવાથી આત્મ સાક્ષાત્કાર થઈ શકે અને ભવ બંધન માંથી મુક્ત થઇ શકાય.જો કે આવું તો જ બને કે આપણા ભાગ્ય માં મુક્તિનો યોગ હોય નહી તો ડોંગરેજી મહારાજ કહેતા તેમ,
પૈસો મારો પરમેશ્વર અને બૈરી મારો ગુરુ,
છૈયા-છોકરા શાલીગ્રામ હું પૂજા કોની કરું?
ચાલો,આ સુંદર યોગમાં પરમ તત્ત્વ નું ધ્યાન અને શાંતિ મેળવવાનો યત્ન કરીએ.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s