Garabo-Garbhdeep

ગરબો- ગર્ભદીપ

images[1]

images[4]

imagesWAX198UW

ગરબો માટીનો બનેલો હોય છે.ગરબો આ દેહનું પ્રતીક છે.નવ દ્વાર એટલે આ છિદ્રો.આ શરીરને નવ દ્વારવાળી નગરી કહી છે. સૌરાષ્ટ્ર્માં એટલે જ પુરુષને “માટીડો”કહેવામાં આવે છે.આ ગરબામાં રહેલી જ્યોત એ આત્માનું પ્રતીક છે.

નવરાત્રી દરમિયાન આ દેહ દ્વારા તપ કરી ને ઉર્જા નો સંચય કરવાનો છે એ આ નવરાત્રી પર્વનો સંદેશ છે.ગરબો મૂળ સંસ્કૃત “ગર્ભદીપ” પરથી બનેલો છે.વર્ષ દરમિયાન શરીરમાં એક્ઠા થયેલા ત્રણ દોષો વાત,પિત્ત અને કફ નવરાત્રી દરમિયાન તપ દ્વારા ક્ષીણ કરવાના છે.

ખાસ કરીને કેટલાક લોકો મોળુ ભોજન કરે છે.આનો હેતુ શરદ ઋતુમાં પીત્ત દોષમાં ઘટાડો થાય છે.

અનુભવી વૈદો કહે છે કે આ શરદ ઋતુમાં “ધોળું મોળું અને ગળ્યું” ખાવું જોઇએ.શરદ પુનમ ના દૂધ-પૌઆ ખાવાનો રિવાજ છે.જો કે હમણા ઉંધિયું આ દિવસે લોકો ખાવા લાગ્યા છે.આ તો પીત્ત ઉત્તેજક છે ખરેખર તો પીત્ત શામક ખોરાક લેવો જોઇએ.આથી જ કેટલાક લોકો ફક્ત દૂધ જ પી ને ઉપવાસ કરે છે.

આમ નવરાત્રીમાં દેહરુપી ગરબાને જાળવવાનો છે અને તેને માટે ઉપાસના કરવાની છે.આ નવરાત્રી માં રાત્રે રાસ રમવાનો હેતુ પણ શ્રમ દ્વારા પરસેવો પાડીને ત્રિદોષ ઘટાડવાનો છે.તપ દ્વારા સંયમ કેળવવાનો હેતુ છે પણ આ યુગમાં આ હેતુ સિદ્ધ થતો નથી હાલ તો વિલાસીતા અને મોજશોખ તેમ જ ફેશન વધી છે.પોશાક અને ખોરાક વૃતિ ઉત્તેજક જોવા મળે છે.કેટ્લાક તો શુમ્ભ –નિશુમ્ભ ના વંશજો જેવા વિચિત્ર વેશ ધારણ કરે છે.

ચાલો,આપણે આ નવરાત્રી ના શુદ્ધ હેતુ ને જાળવવાનો પ્રયત્ન કરીએ.આ દિવસોમાં અનુષ્ઠાન અને દુર્ગા સપ્તશતીનો પાઠ કરવો જોઈએ.

Leave a comment