Method of Mill – 2

અન્વય વ્યતિરેકી રીતિ : બંને રીતિનો સમન્વય આ રીતિમાં છે. આ રીતિમાં બે થી વધુ ઘટના-ત્રણ ઘટનાનું નિરીક્ષણ કરવામાં આવે છે તેમાં વિધાયક અને નિષેધક એવી વિવિધ ઘટનાઓ પસંદ કરવામાં આવે છે.જેમાં એક સંયોગ
સમાન હોય અન્ય સંયોગો ભિન્ન હોય તેમજ એક સંયોગ હાજર હોય અને એક ઘટનામાં તે ગેરહાજર હોય તેવી ઘટનાઓનું નિરીક્ષણ કરવામાં આવે છે.જેમકે,
સફળ લગ્નજીવન………………………..સફળ લગ્નજીવન …………………………..નિષ્ફળ લગ્નજીવન
સંયુક્ત કુટુંબ ………………………… વિભક્ત કુટુંબ …………………………….. સંયુક્ત કુટુંબ
સંતાનો છે. ………………………… સંતાનો નથી ……………………………… સંતાનો છે.
ભૌતિક સુખ સમૃદ્ધિ …………………….. ભૌતિક સુખસમૃદ્ધિનો અભાવ …………………….ભૌતિક સુખસમૃદ્ધિ
પરસ્પર સ્નેહ ………………………… પરસ્પર સ્નેહ …………………………….. સ્નેહનો અભાવ
ઉપરના ઉદાહરણમાં “સ્નેહ”નું અસ્તિત્વ “લગ્નજીવન” ટકાવી રાખે છે.”સ્નેહ” અહી કારણ કહેવાય અને “સફળ લગ્નજીવન” એ કાર્ય કહેવાય.
શરતો :
1 બે થી વધુ ઘટના નિરીક્ષણ માટે પસંદ કરવી.
2 આમાં વિધાયક અને નિષેધક ઘટના હોવી જોઈએ.
3 બે વિધાયક ઘટનામાં જે સંયોગ હાજર હોય તે જ સંયોગ નિષેધક ઘટનામાં ગેરહાજર હોવો જોઈએ.
આમાં એક વિશિષ્ટ સંયોગનો તફાવત જે ધ્યાન ખેંચે તેને કારણ કહે છે આની પ્રાતિક રજૂઆત નીચે મુજબ છે.
A B C D ……………………………………. a b c d
A E F G ……………………………………. a e f g
તેથી A એ a નું કારણ છે.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s