Festival

પરમ્પરા થી ચાલ્યા આવતા તહેવારો ઉજવવા પાછળ કૈંક ને કૈંક રહસ્ય રહેલું હોય છે કે વિજ્ઞાન રહેલું હોય છે કોઈવાર આરોગ્ય ની તો કોઈવાર પર્યાવરણીય બાબતો સંકળાયેલી હોય છે.શ્રાવણ માસ માં ઉત્સવગુચ્છ પણ આવો જ કઇંક સંદેશ આપે છે.

બોળચોથની વાર્તા ને સમજીએ તો તેનું મહત્વ સમજાય ઉપયોગિતાવાદ જમાનામાં ગાય દૂધ આપે તેનું મહત્વ છે પણ વાછરડાનું નથી.સાસુ વહુ ની વાર્તા દ્વારા વાછરડાની પૂજા દરેક જીવ આ પર્યાવરણીય ચક્ર માટે જરૂરી છે.વાછરડા ને બળદ બનાવી ખેતીકાર્ય માં જોડીને ઉપયોગ થઈ શકે એ કરતા ભવિષ્યમાં સારી ગાયોની ઓલાદ માટે પણ જરૂરી છે એ કરતાં ય ભારતીય સમાજ માં ગાય ને માતા માનવામાં આવે છે.

નાગપાંચમ તહેવાર પણ આ માસ માં ગરમી -બફારામાં સર્પ તેના દરમાંથી વધુ બહાર આવે છે.સર્પ પણ ખેતીકાર્યમાં ઉપયોગી છે ઉંદર જેવા જીવો તેનું ભોજન છે જેનાથી ખેતી રક્ષણ થાય તેની જાળવણી માટે આ તહેવાર છે.આ સર્પ મોરનું ભોજન બનતા આમ પર્યાવરણીય ચક્ર ચાલતું ઝેરી દવા નો ઉપયોગ તો શું ? ઉત્પાદન પણ નહોતું લીમડા કે તમાકુના પાન નો ઉપયોગ જીવજંતુઓ માટે કરતા તેથી તે જીવજંતુઓ દૂર થતા પણ મરતા નહિ વ્રતકથામાં નાગપાંચમ માં વહુ નું પાત્ર નાગ ને “ભાઈ”બનાવે છે તે જીવજંતુઓ પ્રત્યે નું વિધાયક વલણ છે.

રાંધણછ્ઠ નું પ્રયોજન એક દિવસ વિવિધ વાનગી બનાવી બીજે દિવસે પ્રકૃતિ નિરીક્ષણ નો સમય સ્ત્રીઓને મળે.વિવિધ વાનગીઓ એકબીજા પાસે શીખે અને જાણે.

શીતળાસાતમનું મહત્વ તો સર્વવિદિત છે.આપણને થાય કે હવે તો શીતળા નો રોગ નાબૂદ થઇ ગયોછે તે વિજ્ઞાનના આશીર્વાદ થી થયું છે પણ આ ઋતુમાં ચેપ- ચામડીના વિવિધ રોગોની સંભાવના છે.હાલ “ઇબોલા”પણ આ ગાળા માં ફેલાયો છે તે નોંધવું જોઈએ.શીતળાસાતમની વાર્તા તો વિધાયક મનોવલણ વિકસાવવાનો પ્રયોગ છે.સ્ત્રીઓને રસોઈમાંથી એક દિવસ નિરાંત એવો હેતુ પણ રહેલો હશે.કુદરતી વાતાવરણમાં ફરવા જઇ શકાય,પર્યાવરણને સમય આપવા માટે તહેવારો છે તેમ નથી લાગતું.

શીતળાસાતમ ની વાર્તામાં દેરાણી નું પાત્ર બધાનું કામ કરે છે જયારે જેઠાણી નકારાત્મક મનોવલણ ધરાવે છે તે તેની દેરાણીનો વાદ કરે છે પણ કોઈનું કામ તે કરતી નથી તેથી તેનું બાળક જીવતું નથી તેનો રોટલો સોનાનો થતો નથી.જયારે દેરાણી બધાનું કામ કરે છે પાડાનું, વૃદ્ધ માડીનું,તળાવનું વગેરે પર્યાવરણીય જાળવણી નું કાર્ય કરે છે અને તેનું સંતાન બચી જાય છે તેમાં લોકોની શુભેચ્છા અને પર્યાવરણ મદદ કરે છે તેવો સંદેશ વ્યંજના દ્વારા સુચવાયો છે.

Leave a comment