Education: Tool or Goal?

શિક્ષણ સાધન કે સાધ્ય ?

તારીખ ૪/૭/૨૦૧૪ના શ્રાવણીયા સોમવારે લોકભારતી સંસ્થામાં શૈક્ષણિક પ્રવાસમાં જવાનું થયું.પ્રકૃતિને ખોળે સાંઢીડા મહાદેવનું મંદિર અને ત્યાંથી હરિયાળી જોતા જોતા ત્રણ કિલોમીટર ચાલતા લોકભારતીમાં પ્રવેશ્યાં.

પુસ્તકાલય,પ્રયોગશાળા,ગૌશાળા,છાત્રાલય,રસોડું,નર્સરી જોયા.નુત્ય કરતા મોર પણ જોયા.જીવનલક્ષી શિક્ષણ પ્રત્યક્ષ જોયું,અનુભવ્યું.ત્યારબાદ અરુણભાઈ દવે ને સાંભળવાનું થયું.શિક્ષણનું મહત્વ વિષે તેઓ વાત કરી.

તેમણે કહ્યુંકે જ્ઞાન પ્રાપ્તિ એ સાધ્ય છે અને તેને પ્રાપ્ત કરવાનું સાધન શિક્ષણ છે.પરંતુ આપણે ઘણીવાર સાધનને જ સાધ્ય માની લઈએ છીએ.શિક્ષણ દ્વારા ટકાવારી ને સાધ્ય માનવાને બદલે શિક્ષણનું પરિણામ જ્ઞાન મળવું જોઈએ.

માહિતીલક્ષી શિક્ષણને બદલે ઉપયોજનલક્ષી શિક્ષણ કાયમ યાદ રહે છે.

લીંબોળી લીલીમાંથી પીળી કેવી રીતે થાય છે ?

ગાય દૂધ કેવી રીતે વધારે આપે ?

અનાજ – શાકભાજીનું ઉત્પાદન કઈ રીતે વધે ?

આવા પ્રશ્નોના ઉત્તરો પ્રાયોગિક શિક્ષણ આપે છે.આત્મ નિરીક્ષણ કરતા અને વર્તમાન શિક્ષણ જોતા એમ લાગ્યું કે આપણે પરિણામ ની ટકાવારી જ જોઈએ છીએ પણ છાત્રોમાં જ્ઞાન વધ્યું કે મૂલ્યોનું ઘડતર થયું કે કેમ ?આવું વિચારવાનો સમય પાકી ગયો હોય તેવું નથી લાગતું ?

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s