Guru-purnima

ગુરુ પૂર્ણિમા ને વ્યાસ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે અઢાર પુરાણોના અને મહાભારત રચયિતા ભગવાન વેદવ્યાસ પરાશર અને સત્યવતીના પુત્ર હતા.બોરડીના ઝાડ નીચે જન્મ્યા હોવાથી “બાદરાયણ” કહેવાયા દ્વીપ પર જન્મ્યા હોવાથી અને શ્યામ વર્ણ ના હોવાથી “કૃષ્ણ દ્વૈપાયન” કહેવાયા.

ભગવાન શિવ આદ્ય ગુરુ કહેવાય છે.

હે આદ્ય ગુરુ શંકર પિતા નટરાજ રાજ નમો નમ |
હનુમાનજીને પણ ગુરુ કહ્યા છે કેમકે તેમની રામભક્તિ, બ્રહ્મચર્ય, સત્યનિષ્ઠા, અનુકરણીય છે.

vyas

ब्र्ह्मनान्दम् परमसुखदम् केवलम् ज्ञानमुर्तिम् |
द्वन्द्वातीतं गगनसदृशं तत्वमस्यादि लक्ष्यम् | |
एकम् नित्यम् विमलमचलम् सर्वदासाक्षीभूतम् |
भावातीतम् त्रिगुणरहितम् सद्गुरुम् तं नमामि ||

બ્રહ્મ તત્વ નું દર્શન કરાવી -આત્મ દર્શન કરાવી આનંદ સુખ આપનારા,જ્ઞાનમૂર્તિ- જીવનનો હેતુ જ્ઞાન છે. તેવા વિવિધ દ્વંદ્વ સુખ-દુઃખ, રાગ-દ્વેષ, લાભ-ગેરલાભથી અતીત (મુક્ત) આકાશ જેવા વિશાળ તત્વ જ જેનું લક્ષ્ય છે. તેવા એક, નિત્ય, સ્વચ્છ,અચળ,હંમેશા સાક્ષીભૂત,ભાવ થી અતીત, ત્રણ ગુણ (સત્વ, રજ, તમ )થી રહિત આવા સદગુરૂ ને નમસ્કાર.

આજે ગુરુ પૂર્ણિમા એ એકલવ્ય ગુરુ દ્રોણ ના extrnal વિદ્યાર્થી હોવા છતાં ગુરુ દ્રોણ ને દક્ષિણા આપી, ગુરુ કરતા મુઠી ઊંચેરા બનેલ શિષ્ય ને યાદ કરવો જ રહ્યો તો ગુરુની ઊંઘ ના બગડે તે માટે સાથળ ભમરો કોરી ખાતો હોવા છતાં સ્થિર બેસી રહેનાર પરશુરામ શિષ્ય, કર્ણને ને કેમ ભૂલાય?

ગુરુ એ આ વાક્ય યાદ રાખવા જેવું …

सर्वत्र विजयम् इच्छेत् पुत्रात् शिष्यात् पराजयान् |

બધે વિજય થાય તેવું ઇચ્છવું પણ પુત્ર અને શિષ્ય આગળ પરાજય ઇચ્છવો પુત્ર અને શિષ્ય આપણી કરતા આગળ વધે ઊંચેરા થાય તેમાં જ ગુરુ ની કીર્તિ વધે.

Advertisements

One thought on “Guru-purnima

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s