Old & Mature

સવારે શાળામાં પ્રવેશ્યો ત્યાં જ અમારી શાળાના ગુજરાતી શિક્ષક પી.બી.કુકડીયા એ પૂછ્યું કે ગાંધીજી મોટી ઉમ્મરે એવું કેવું વ્યક્તિત્વ ધરાવતા હતા કે લોકો તેમની પાછળ દોરવાયા હતા જાણે વશીકરણ કર્યું હોય તેમ બધા લોકો ધંધો-રોજગાર છોડી તેમને અનુસર્યા?
અમિતાભબચ્ચન કે સલમાનખાનજેવો દેખાવ તો નહોતો આમ છતાં લોકો કેમ ગાંધીજી ને સાંભળીને તેમની વાત સ્વીકારતા અને અનુસરતા.
અમારી ચર્ચા આગળ ચાલી.
અધ્યાત્મ બળ માણસ ને યુવાન જોમવંતા રાખે છે આજે આપણે મોરારિબાપુ ને જોઈએ છીએ ને ?રૂપ, પદવી કે સત્તા કરતા પણ આધ્યાત્મિક પ્રભાવ અને આંતરિક ઉત્સાહ વ્યક્તિને પ્રભાવ શાળી ને યુવાન રાખે છે.
ધોરણ ૧૨મી ની જૂની ગુજરાતી માં સત્યાગ્રહ નો પાઠ આવતો તેમાં એક પંક્તિ હતી,
“મોખરે ધસે હસી,હસી જવાન ડોસલો”

 

home2-1[1]

 

મને પાંડુરંગ શાસ્ત્રી નું પ્રવચન નો અંશ યાદ આવી ગયો શાસ્ત્રીજી કહેતા કે,વૃદ્ધ એટલે વૃદ્ધિ પામેલ-ઉમ્મર ની સાથે જ્ઞાન અને પરિપક્વતા વધી હોય તે.જેનો ઉત્સાહ વધ્યો હોય તે.ઘરડો એટલે ઘસાયેલો-જેનામાં ઉત્સાહ આત્મવિશ્વાસ ઘટી ગયા છે તે. ચર્ચા નો સાર એ હતો કે ઉત્સાહ એ જ યૌવન.યુવાની ને શારીરિક અશક્તિ નડતી નથી.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s