UPDATE: Rain Forecast

આષાઢ મહિના નો પ્રારંભ થઇ ચૂક્યો છે. કર્ક માં ચંદ્ર અને ગુરુ દર આષાઢી બીજે હોય એટલે કમસેકમ અમી છાંટણા તો થાય જ. પરંતુ આ વરસે અષાઢી બીજ કોરી ધાકોડ રહી . વરસાદ થયો નહી . વર્તમાન પત્રો અને વિવિધ સામયિકો “અલનીનોના”પ્રવાહ ને કારણે મોડું થઇ રહ્યું હોય તેવું  જણાવે છે. વર્ષ  ૧૯૮૨માં પણ સમગ્ર ચોમાસા દરમિયાન વરસાદ થયો ન હતો, પાણીની ખેંચ હતી.તે સમયે પવનનું જોર હતું અને ત્યારબાદ દિવાળી પહેલા અઠવાડિયામાં વાવાઝોડાથી ખૂબ વરસાદ થયેલો અને નદીનાળા છલકાઈ ગયા હતા જો કે નુકસાન અને જાનહાની પણ થયેલું આ વખતે પણ તેવા યોગો જણાય છે કે કેમ ?વિચારવા જે ખરું.
તે વખતે શનિ મહારાજ તુલા (વાયુ તત્વ ની રાશિમાં ) ૩ અંશ ૫૦ કળા પર હતા.આ વખતે તેટલા જ અંશ પર તુલામાં ૧૭ સપ્ટેમ્બરે છે.(જન્મભૂમિ અને સંદેશ પંચાગ) આ બાબતે અભ્યાસ કરી શકાય.આખરે તો જ્યોતિષ શાસ્ત્ર માર્ગ દર્શન આપનારું શાસ્ત્ર છે.
વળી,શનિ મહારાજ વિલંબ થી સમૃદ્ધિ આપનાર કહ્યા છે અને ન્યાયના દેવ કહેવાય છે.ખરેખર તો વિલંબ આપણને લાગતો હોય પરંતુ કુદરત કોઈ વિશાળ વ્યવસ્થા ના ભાગ રૂપે કે પર્યાવરણને સંતુલિત કરવા માટે આયોજન કરે છે.
હાલ વરસાદ અંગે વાતાવરણ બંધાઈ રહેલું જોવા મળે છે.વરસાદ માટે આજે તો ફક્ત પંચાંગ જ આધાર નથી પરંતુ MSN Wether AQ Wether
જેવી સાઈટ દ્વારા આગાહી થઇ શકે છે જ્યોતિષ અને વિજ્ઞાન – ટેકનોલોજી સમન્વયથી વિશ્વની પ્રગતિ શક્ય બને છે.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s