Different yuti =Estronomy

વરસાદ વરસવા માટેના સુંદર યોગો હોવા છતાં વરસાદ થતો નથી.શું જ્યોતિષશાસ્ત્ર ખોટું ? ખગોળશાસ્ત્ર ને આધારે જ્યોતિષ ચાલે છે.તર્ક ને આધારે જ્યોતિષ ચાલે છે.અરે ! જ્યોતિષશાસ્ત્ર નો મુખ્ય આધાર તો ગણિત છે તો તે પણ ખોટું હોય શકે ? પણ હરગીજ નહિ શાસ્ત્ર ખોટા નથી આપણા અભ્યાસ માં ખામી હોય શકે છે.
આ બાબત મને પંચાગ જોવા પ્રેરે છે.સુંદર યોગો હોવા છતાં વરસાદ કેમ નથી ?એક કારણ જોવા મળ્યું કે કાલસર્પયોગ ચાલે છે.કાલસર્પયોગ માં ગણિત શાસ્ત્ર મુજબ બધા ગ્રહો ૧૮૦ અંશ માં આવે હાલ બધા ગ્રહો મેષ રાશી થી તુલા વચ્ચે છે.જયારે અડધા ભાગ માં જ બધા ગ્રહો હોય તો  વિશ્વના અડધા ભાગમાં જ વરસાદ પડે ને ? આ તો સીધું ગણિત છે અને તર્ક છે.આ કાલસર્પયોગ ચંદ્ર આજે બપોરે ૧૩.૫૪ મિનિટે કન્યામાં આવે અને આઠ અંશ ચાલે એટલે કે ૧૬ કલાક પછી કાલે સવાર ના ગાળા માં આ યોગ પૂરો થાય પછી વરસાદ આવે તેમ બને તારીખ ૧૨ પછીથી મંગળ તુલા રાશિમાં અને રાહુ કન્યા રાશિમાં પ્રવેશતા કાલસર્પયોગ રહેતો નથી તેથી વરસાદ સારો થઇ શકે.
કાલસર્પયોગ યોગ ધરાવનાર દુઃખી જ હોય તેવું નથી પણ જીવનમાં અડધો સમય ખૂબ સુખી અને અમુક સમય દુઃખી રહે છે અથવા એવું પણ જોવા મળે છે કે જીવનમાં કેટલીક બાબતો માં દુઃખ રહે ભગવાન રામ રાજા વિક્રમ કે રાજા નળ આના ઉદાહરણો છે ઘણા મહાનુભાવો ના જીવન આજે પણ આપણે  જોઈ શકીએ કે તેઓ કેટલીક બાબતો માં ખૂબ દુઃખી હોય છે પણ આપણે તેની એ બાબતો પર નજર જ કરતા નથી આપણે તેમનું બાહય પાસું જ જોઈએ છીએ.કોઈ ને દેહસ્થાન, ધનસ્થાન, ભાતૃભાવ, સુખ સ્થાન વગેરે સારા તો બીજી બાબતો વ્યવસાય નોકરી સંતાન કુટુંબ લગ્નજીવન દૂષિત સ્થાન બને છે.આમ કાલસર્પયોગ કેટલીક બાબત માં ખૂબ લાભ તો કેટલીક બાબતો થી વંચિત રાખે છે.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s