Mass Karm

સામુહિક કર્મ
કેટલીક વાર બધા નું કર્મ ભેગું થઈને ફળ આપે છે.કોઈ એક દેશ દુઃખી થાય કે બે દેશો વચ્ચે યુદ્ધ થાય દુષ્કાળ પડે ત્યારે કોઈ એક વ્યક્તિ કરતા સમૂહ જવાબદાર હોય છે આજે આપણે ઋતુ પ્રમાણે વરસાદ પડે તેમ ઇચ્છીએ છીએ પણ તેને અનુરૂપ આપણુ કર્મ છે ખરું ?ભગવત ગીતા માં કહ્યું છે કે यज्ञात भवति पर्जन्य | યજ્ઞ થી વરસાદ થાય છે.
હવે નેત્ર યજ્ઞ, જપ યજ્ઞ,દંત યજ્ઞ થાય તે સારી બાબત છે બુદ્ધ, મહાવીર અને ચાર્વાક દર્શને યજ્ઞયાગ બલિ નો વિરોધ કરેલો બલિ ની બાબત માં તો આપણને આ વિરોધ બરાબર લાગે હિંસા ના ગમે પણ યજ્ઞ થી વાતાવરણ પવિત્ર થાય ઘી થી સુગંધ ફેલાય વાતાવરણ માં પ્રાણવાયું વધે વરસાદ આવે તેમ બને.
એક ખેડૂત મિત્ર મળ્યા કહે કે “જો વરસાદ મોડો આવે તો કપાસ ના ભાવ ૧૧૦૦ થઈ જાય આજે ૧૦૨૫ છે ” મે કહ્યું “સારું,હવે જમીન ને આરામ આપો જમીને તમને ગયે વરસે બમણું આપી દીધું”
આપણે પ્રકૃતિ પાસે થી લઈને પ્રકૃતિ ને શું આપીએ છીએ? ગુણવતભાઈ શાહે લખેલું ગુજરાત સમાચાર માં વાંચેલું કે ખેડૂતે પોતાના શેઢે સાંઠીમાં ઘી અને ચોખા થી યજ્ઞ કરવો જોઈએ
આજે તો આપણે પેટ્રોલ ડીઝલના ધુમાડાના ના ગોટા થી વાતાવરણ ગરમ થયું છે ગ્લોબલ વોર્મિગ વધ્યું છે તેમ આકડા કહે છે વાહનોનો અતિશય વધારો અને ઉપયોગ ને કારણે ઋતુ ચક્ર ખોરવાય ચુક્યું છે એક દિવસ વાહનોનો ઉપયોગ ના કરવો તેમ નક્કી ના કરી શકાય.આવો ઉપવાસ કરવો જોઈએ ચાર પાંચ વરસ પહેલા બેંગલોર ગયેલો તો ત્યાં એક દિવસ વારા ફરતી અમુક વિસ્તાર માં “નો  ટ્રાફિક ઝોન “તેવો નિયમ જોવા મળેલો.
શું આપણે એવું નક્કી ના કરી શકીએ કે અમુક એક  દિવસ પેટ્રોલ વાળું વાહન ના ચલાવીએ ? હા, માંદગી કે વિશિષ્ઠ સંજોગો માં છૂટ લઇ શકાય.પણ વાહનો નો બિનજરૂરી ઉપયોગ ફક્ત એન્ટ્રી પાડવા જ ઉપયોગ કરવો તે બરાબર નથી.આર્થિક કે પ્રાકૃતિક અને આયુષ્ય ઘટાડે રોગ વધારે છે અકસ્માત અને દવાખાના ના ખર્ચ પણ આને કારણે વધ્ય હોય તેમ નથી લાગતું.
હવે રવિવારે તો ખાસ માણસ બિનજરૂરી વાહન ફેરવે છે લોંગ ડ્રાયવ કરે છે જ્યાં શુદ્ધ વાતાવરણ હોય ત્યાં પેટ્રોલ અને ડીઝલ ના ધુમાડા પહોચાડવાનું  જાણે મિશન ઉપાડ્યું હોય તેમ રજાના દિવસે લાગે રવિવારે સાંજે પેટ્રોલપંપે લાંબી લાઈન હોય છે કુટુંબ સાથે અઠવાડિયે ચાલતા ચાલતા ફરવા ના નીકળી શકાય ? રવિવારે તો “બહાર જમવું” તેવું વ્રત ઘણા એ લીધું હોય તેમ લાગે તેનો પણ વાંધો નહિ પણ વાહન ને તો આરામ આપીએ પેટ્રોલ પણ બચે અને કસરત થાય અને બહાર ખાધેલું પનીર વાળું શાક પણ પચી જાય.ચાલો.વાહન ની બાબત માં એક દિવસ ઉપવાસ કરીએ તો ? કદાચ ઋતુચક્ર નિયમિત બની જાય.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s