Material Cause and Efficient Cause

કોઈપણ વસ્તુનું નિર્માણ જેમાંથી થાય,વસ્તુ જેમાંથી બને તેને વસ્તુ નું ઉપાદાન કારણ કહે છે જેમકે ખુરશી લાકડામાંથી બની હોય તો લાકડું તેનું ઉપાદાન કારણ કહેવાય,જો ખુરશી લોખંડમાંથી બની હોય તો ખુરશી નું ઉપાદાન કારણ લોખંડ કહેવાય,જો ખુરશી સોના કે ચાંદી ની બની હોય તો સોનું કે ચાંદી ખુરશી નું ઉપાદાન કારણ કહેવાય.
વસ્તુ ઉપાદાન કારણ વગર ઉત્પન્ન થઈ શકે નહિ.દરેક પ્રાણીનો દેહ પાંચ મહાભૂતોનો બનેલો છે તે આ દેહ નું ઉપાદાન કારણ પાંચ મહાભૂતો કહેવાય છે.
ઉપાદાન કારણમાંથી વસ્તુ નું નિર્માણ કરનાર ને નિમિત્ત “કારણ” કહે છે.નિમિત્ત કારણ ચેતન હોય છે લાકડા માંથી ખુરશી બનાવનાર સુથાર ખુરશી નું નિમિત્ત કારણ કહેવાય.લોખંડ માંથી ખુરશી બનાવનાર લુહાર ખુરશી નું નિમિત્ત કારણ કહેવાય.સોનાના આભૂષણો બનાવનાર સોની આભૂષણો નું નિમિત્ત કારણ કહેવાય.
ભગવત ગીતા ના મતાનુસાર આ જગત નું ઉપાદાન કારણ પ્રકૃતિ ( અષ્ટધા ) છે.પાંચ મહાભૂતો – પૃથ્વી,પાણી,તેજ,વાયુ,આકાશ, અને મન,બુદ્ધિ અને અહંકાર (અહંકાર એટલે મારું અસ્તિત્વ છે તેવું જ્ઞાન ) આ ત્રણ ના સમન્વય ને ચિત્ત કહે છે.
મન+બુદ્ધિ +અંહકાર =ચિત્તભૂમિ.
આ ચિત્તભૂમિ માં આત્મા વિરાજે છે.ક્ષર એટલે નાશવંત જીવ.અને અક્ષર એટલે જેનો નાશ નથી તે .क्षरति इति क्षर पुरुष.न क्षरति इति अक्षर पुरुषोतम |
આયુર્વેદ માં शीर्यते जीर्यते इति शरीर | જે શીર્ણ -જીર્ણ થાય તે શરીર.આ શરીર ને ધારણ કરે તે શારીરક એટલે આત્મા.
આ આઠ પ્રકાર ની પ્રકૃતિ માંથી દેહ કે જગત નું નિર્માણ કરનાર ઈશ્વર ને તેનું નિમિત્ત કારણ કહેવાય છે.પ્રકૃતિમાંથી આપમેળે જગત બનતું નથી જેમ લાકડા માંથી આપમેળે ખુરશી બને નહિ તેમ..તેથી જ જગત નું નિર્માણ કરનાર ચૈતન્ય તત્વ ઈશ્વર ને નિમિત્ત કારણ કહ્યું છે.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s