Mathematical Deduction Method

ગણિત શબ્દ गण॒ ધાતુ (૧૦ મો ગણ) गणयति – “ગણવું” એવાં અર્થ ધરાવે છે. તેનું કર્મણી ભૂત કૃદંત નું રૂપ गणित બન્યું છે. ગણિત નો અર્થ થાય છે “ગણેલું”. જે એકવાર ગણાય ચુક્યું છે.

ગણિત એવાં સૂત્ર અને સાર્વત્રિક સિધ્ધાન્તો રજૂ કરે છે કે જેને આધારે ચોક્કસ તારણ કે પરિણામ મેળવી શકાય. આ સૂત્ર પહેલા એકવાર ખાતરીપૂર્વક ગણાય ચૂક્યા હોય છે અને ત્યારબાદ બીજી ગાણિતિક સમસ્યા ઉકેલવા માટે તેને રજૂ કરવામાં આવે છે.આ પ્રમાણે એકવાર ગણાઈ ચુક્યું હોવાથી તે ગણિત કહેવાય છે.પહેલી વાર જયારે સૂત્ર બન્યા હોય ત્યારે તેમાં વ્યાપ્તિ નો ઉપયોગ થયો હોય છે પણ જયારે એકવાર સાર્વત્રિક સૂત્ર ચોક્કસ તારણ આપે તેવું બને અને તે સૂત્ર બીજી સમસ્યા ને લાગુ કરવાનું હોય ત્યારે તે નિગમન પદ્ધતિ ને અનુસરવામાં આવે છે.

સમગ્ર ગણિત નિગમન પદ્ધતિ ને અનુસરે છે નિગમન પદ્ધતિમાં સાર્વત્રિક બાબતો પરથી આંશિક અનુમાન પ્રાપ્ત કરવાનું હોય છે.
જેમકે,
-> સર્વ બાળકો નિર્દોષ છે.
-> રમેશ બાળક છે.
=> તેથી રમેશ નિર્દોષ છે.

અહી કોઈપણ બાળક નું નામ લખવામાં આવે તેનો સમાવેશ “સર્વ બાળકો” માં થવાનો. તેથી તે બાળક વિશે પણ તે નિર્દોષ છે તેમ કહી જ શકાય. આ પ્રમાણે જ ગણિતમાં પણ એક સૂત્ર કે નિયમ નિર્ધારિત પરિણામ રજૂ કરવામાં આવે છે. આ રીતે ગણિત તર્કશાસ્ત્ર ની નિગમન પદ્ધતિ ને અનુસરે છે અને એકવાર ગણાય ચુક્યું છે એવો કર્મણીભૂતકૃદંત નો અર્થ સાર્થક કરે છે.

प्र + मा (मिमीते) ધાતુ પર થી તેનું સંબંધક ભૂત કૃદંત નું રૂપ પ્રમેય બન્યું છે તેનો અર્થ થાય છે કે “સારી રીતે મપાયેલું” – भूमिति શબ્દ પણ भू + मा સંયોગ થી બન્યો છે. મિત એટલે મપાયેલું. જમીન કે ભૂપૃષ્ઠ માપવામાં તેનો ઉપયોગ થાય છે. આમ ગણિત એક વાર ગણાઇ ગયેલું હોય છે.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s