Caring for Students

ભાવનગર થી ૩૦ કિલોમીટર દૂર એક નાનકડો ડુંગર. એનું નામ રીસાળવો.
કેમ એમ ? હા, એ ચમારડી ની અને ચોગઠ ની ડુંગર માળા થી છૂટો પડી ગયેલો રિસાઈને ઊભો છે.ત્યાં નજીક ૫ કિલોમીટરે  ચોગઠ ગામ છે.ત્યાં ચાર ડુંગર છે.ભગવત ગો મંડળ માં આ ચોગઠની વ્યુત્પત્તિ આપી છે.ચતુ:ગ્રંથી એટલે ચાર ગાંઠ.આ ચોગઠ તરફ જતા આ રીસાળવો ડુંગર ઊભો છે.ડુંગર ની તળેટીમાં નાનકડી દેરી -મંદિર છે ધૂંધળીમલ નું…
આ ધૂંધળીમલે ૧૨ વર્ષ તપ કર્યું નાથ બનવા માટે નાથ સંપ્રદાય માં સ્થાન મેળવવા તપ અને સિદ્ધિ જરૂરી છે.લોકસંગ્રહ -લોકો ના કલ્યાણ માટે આ સિદ્ધિ પ્રાપ્ત કરવાની હોય છે.૧૨ -૧૨ એમ કુલ ૩૬ વર્ષ તપ થયું અને વાણી સિદ્ધ થવા લાગી પણ હજુ નાથ થવા માટે તપ બાકી હતું.સમય જતા રાજસ્થાન માં એક રાજાને ત્યાં આ મુની એ ઉતારો કર્યો.રાજા ને સંતાન નહિ.ત્યાંથી નીકળતા આશીર્વાદ આપ્યા કે, “હે રાજા તારે બે સંતાન -પુત્ર થશે પણ હું ૧૨ વર્ષ પછી આવું ત્યારે ૧ પુત્ર મને આપજે.”મુની નીકળ્યા અને રાજા ને બે પુત્ર થયા.પુત્રો મોટા થવા લાગ્યા.
બાર વર્ષ બાદ ધૂંધળીમલ આવ્યા.રાજા એ આગતા સ્વાગતા કરી.રાજા ને કંઈ પુત્ર આપવો ગમે ? વહાલો પુત્ર હતો તેને મેલો-ઘેલો રાખ્યો જેથી મુનિ તેને ના લઇ જાય  પણ મુનિ તો તેજસ્વી પુત્ર ને પારખી ગયા અને એ મેલોઘેલો જ પુત્ર માગી લીધો રાજાને પણ કોઈ વિકલ્પ -છૂટકો નહોતો.
ધૂંધળીમલ આ રાજકુમાર ને લઇ ને આ ચોગઠ ઢાળે આવ્યા.આ રીસાળવા ડુંગર ના તળે તપ શરુ કર્યું.રાજકુમાર તેનો શિષ્ય પણ હવે તે રાજકુમાર નહોતો તે તો હતો માત્ર
શિષ્ય.આ શિષ્ય લાકડા કાપી,ભારો બાંધી ૯ કિલોમીટર દૂર વલભીપુર -પાટણ માં વેચવા જાય અને જે પૈસા મળે તેમાંથી વસ્તુ ખરીદી અને એક કુંભારણ માડી પાસેથી થોડો બાજરાનો લોટ મળે તેમાંથી રોટલો ઘડી ગુરુજી ને ખવડાવે.ભારો ઉપાડવાથી ધારું પડી ગયેલું.આ શિષ્યને.
એક દિવસે ગુરુ એ આ ધારું જોયું અને પૂછ્યું, “આ શું થયું બેટા,”શિષ્યે સાચી વાત કહી કે અહી ભિક્ષા થી ફક્ત એક માજી લોટ આપે છે બાકી આ વલભીપુર માં થી કઈ મળતું નથી.તપ ને કારણે અને શિષ્ય પ્રત્યે ના અદભૂત પ્રેમ ને કારણે ધૂંધળીમલ ખીજાયા.શિષ્ય ને કીધું કે, “જા પેલા માડી ને કહી દે કે ભાગવા માંડે હવે આ નગર નો નાશ થશે”
શિષ્ય એ માડી ને પાછું જોયા વિના ભાગવા કહ્યું.કુંભારણ માડી ભાવનગર -એ  વખત નું ગોહિલ વાડ તરફ ભાગવા લાગ્યા.ચમારડી ડુંગર પાછળ થી આ ભાવનગર ૨૧ કિલોમીટર થાય.
ધૂંધળીમલે વલભીપુર ને શ્રાપ આપ્યો,”પટ્ટણ સો ડટ્ટણ ને માનવ સો મીટ્ટી”શિષ્ય નું દુઃખ જોઈ ના શકવાથી આવો શ્રાપ અપાયો.જે તપ થી જનહિત થવાનું હતું તે તપ થી વિનાશ થયો. સમૃદ્ધ વલભીપુર નાશ પામ્યું .એક વખત નું સુંદર બંદર અને વલભી વિદ્યાપીઠ એતિહાસિક નગર બની ગયું હજુ તેના અવશેષો મળ્યા કરે છે.સમૃદ્ધ હોવા છતાં તપસ્વી અને છાત્ર નો અનાદર વલભી ના નાશ નું કારણ બન્યો.તપ ના નાશ થી મુની પણ દુઃખી થયા પણ જે વિશ્વાસે રાજકુમાર ને લઇ આવ્યા તેની પ્રત્યે ના પ્રેમ ને નમસ્કાર.ગુરુ ને શિષ્ય થી વધુ શું હોય ?એમા ય આવો ત્યાગી શિષ્ય માટે તો બધું કુરબાન છે. તે આ ધૂંધળીમલે સાબિત કર્યું.જે વલભીમાં બુદ્ધ સાધુ અભ્યાસ કરવા આવતા તે નષ્ટ થયું.
હુ-એન -સંગ આવ્યો ત્યારે તેને આ નગર વિશે લખ્યું છે કે,”અહી ૪૦ વર્ષ પહેલા ભર્તુહરિ રાજા થઈ ગયો એણે સાત વખત સંસાર ત્યાગ્યો અને સાત વખત સંસાર માં પ્રવેશ્યો”આ ભર્તુહરિ જેણે “વાક્યપદીય”વ્યાકરણ નો ગ્રન્થ લખ્યો.જેણે “શબ્દ બ્રહ્મ “ની ઉપાસના કરી.
અને હા | પેલા કુંભાર માડી ભાગતા ભાગતા ભાવનગર ને પાદર પહોચ્યા તે માડી નું મંદિર બન્યું તે રૂવાપરી માતા નું મંદિર.જ્યા શીતળાસાતમ નો મેળો ભરાઈ છે. 

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s