Wit

પ્રજ્ઞા એટલે બુદ્ધિ એવો સામાન્ય ખ્યાલ પ્રવર્તે છે.
શ્રીમદ્ ભગવતગીતા માં કહ્યું છે કે
प्रज्ञावान लभते ज्ञानम् |
પ્રજ્ઞાવાન વ્યક્તિ જ્ઞાન મેળવે છે.માનવી ચાર અંત: કરણ ધરાવે છે.મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર બુદ્ધિ નું કાર્ય લાભ અને ગેરલાભ જોવાનું ક્યા કાર્ય કરવાથી લાભ થશે ફાયદો થશે તેવું વ્યક્તિ વિચારે છે.આમાં ભૌતિક લાભ જ કેન્દ્ર માં હોય ત્યારે વ્યક્તિ બુદ્ધિ દ્વારા તે લાભ હાંસલ કરે છે,પરંતુ તે જ્ઞાન પ્રાપ્ત કરી શકતો નથી.ચેસ રમતી વખતે વ્યક્તિ કયું પગલું ચાલવાથી પોતે જીતશે એવું વિચારે છે આવું વિચારવું બુદ્ધિ નું કાર્ય છે.વ્યવહારમાં પણ કોની સાથે સારો સંબંધ રાખીશ તો ફાયદો થશે તેવું વિચારવું બુદ્ધિ નું કાર્ય છે વ્યાપારી બુદ્ધિ છે.
જયારે પ્રજ્ઞા એથી ચડીયાતું વિચારે છે જે ફક્ત ભૌતિક લાભ નહિ પરંતુ આત્મા ને આનંદ થાય તેવું વિચારે.
જયારે કોઈ બાબત ને તટસ્થ બુદ્ધિ થી રાગદ્વેષ વગર( વસ્તુ જેવી છે તેવી જ જોવામાં આવે ) વસ્તુલક્ષી રીતે જોવામાં આવે ત્યારે તે પ્રજ્ઞાવાન થયો કહેવાયતેને પોતાનું અને પારકું એવો ભેદ હોતો નથી પણ જે ખરેખર મૂલ્યવાન હોય તેનું મહત્ત્વ આંકે છે.જયારે બુદ્ધિ શાળી વ્યક્તિ ને ગુણવત્તા કરતા પોતાનું જ બધું સારું તેવો ખ્યાલ હોય છે.ખ્યાલ કરતા પણ તે પોતાની વસ્તુ ને શ્રેષ્ઠ સાબિત કરવા મથે છે.
છગન મગન બે સોનાના,પાડોશીના પિત્તળના,અને ગામના છોકરા ગારા ના .
જેમકે મારું સંતાન,મારા જ્ઞાતિના,મારા સગા વહાલા જ ,મારા પાડોશી, મારી વસ્તુ જ સારી આમ બુદ્ધિશાળી બોલ્યા કરે.જયારે પ્રજ્ઞાવાન વ્યક્તિ નોકર-ચાકર માં રહેલ આવડત ને પણ પિછાને છે.જેને અહમ અને મમત્વ મારાપણું અને પરાકાપણાનો ત્યાગ કર્યો હોય છે.આને માટે જ ગીતાકાર કહે છે કે,
तस्य प्रज्ञा प्रतिष्ठिता | તેની બુદ્ધિ સ્થિર થાય છે,આવી સ્થિર બુદ્ધિ વાળો જ જ્ઞાન મેળવે છે.

अयं निज परो वेत्ति गणना लघु चेतसाम् |
उदार चरितानाम् तु वसुधैव कुटुम्बकम् ||
આ મારો અને આ પારકો તેવી ગણતરી ટૂંકા મન વાળા ની હોય છે ઉદાર ચરિત્ર વાળા ને તો સમગ્ર સૃષ્ટી કુટુંબ છે.આથી જ રામ માટે उदार अंग विभूषणम् | કહેવાયું છે.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s