Education and Ethics

શિક્ષણ અને મૂલ્યો
જે શિક્ષણ ઉત્તમ મૂલ્યો કેળવી શકે તેને જ સારું શિક્ષણ કહેવાય.સમાજ માં મૂલ્યો ના કેળવી શકે તેવી શિક્ષણ નીતિ સ્વીકાર્ય બનતી નથી કે આવકાર્ય પણ નથી.”કોઈપણ માનવી પૂર્ણ નથી.”એ વાત તત્વજ્ઞાન પહેલા સ્વીકારે છે.પરંતુ માનવી એ પૂર્ણ બનવા મથામણ કરવી પડે છે.આ મથામણ જ શિક્ષણ ની પ્રક્રિયા છે.શિક્ષિત માણસ ષડ રિપુ [ કામ, ક્રોધ,લોભ, મોહ(વાસના),મદ અને મત્સર(ઈર્ષા) ] થી મુક્ત નથી થઈ જતો.
પરંતુ આ બાબતો ને સમજી તેનાથી અળગો થવાનો પ્રયત્ન કરે છે કે તેનો ઉપાય વિચારે છે.ક્રોધ થયા પછી તેને સમજાય છે કે ક્રોધ ને કારણે તેને માનસિક, શારીરિક,સામાજિક અને આર્થિક કેવું કેવું નુકશાન થાય છે. આવું આત્મ નિરીક્ષણ કરતા શિક્ષણ શીખવે છે.
પરીક્ષામાં વિદ્યાર્થી ચોરી કરે એ કરતા ચોરી કરવાનું મન જ ના થાય એવી પરિસ્થિતિ નું નિર્માણ શિક્ષણ દ્વારા થવું જોઈએ.ચોરી કરીને મેળવેલા એનો વાસ્તવિક જીવન માં કોઈ ફાયદો થવાનો નથી.આવું વિદ્યાર્થી વિચારતો થાય તે આવશ્યક છે.જેટલું આવડે છે તે જ ઉપયોગી થવાનું છે.તે તેને સમજાવું જોઈએ.સોજો ચડી ગયેલા શરીર કરતા સુદૃઢ શરીર જ સારું તેમ તેને લાગવું જોઈએ.
કોઈની ઝૂંટવી લીધેલી સંપતિ કરતા મહેનત થી પ્રાપ્ત થયેલી સંપતિ જ શાંતિ આપે તે વિદ્યાર્થી ને ગળે ઉતરવું જોઈએ.ગરીબ વ્યક્તિ ખૂબ મહેનત કરીને સમૃદ્ધ બને તો તેને બીજા મહેનત કરતા વ્યક્તિ પ્રત્યે હમદર્દી થાય છે આવી વ્યક્તિ માં સમજ છઠ્ઠી ઇન્દ્રિય થી આવે છે.મહેનતુ વ્યક્તિમાં આવી સમજ હોય છે.ઘણીવાર આવડત વગર જ ગેરરીતિ દ્વારા માર્ક મેળવી ને કોઈ હોદ્દો મેળવી લેવામાં આવે તો તે ભારરૂપ બની જાય છે.આવી વ્યક્તિ શિક્ષક બને તો કઈ રીતે સફળ બનેકે વર્ગખંડ માં ઊભો રહે,કેશિયર બને તો ગોટાળો જ કરે,ડોક્ટર બને તો કોઈના જીવ નું જોખમ ઊભું કરે આ કરતા તો તે પ્રામાણિક અને મહેનતુ દૂધવાળો,છાપા વેચનાર ફેરીઓ,કડિયો, પ્લમ્બર,ડ્રાઈવર,દરજી વગેરે બને તે સારું .આવી વ્યક્તિ ની સમાજ માં નામના હોય છે.શિક્ષણ દ્વારા પ્રમાણિકતા અને આત્મ નિરીક્ષણ આવે તે જરૂરી છે.
મૂલ્ય શિક્ષણ માટે પંચતંત્ર,હિતોપદેશ ઈશપ ની બોધકથાઓ બત્રીસ પુતળી ની વાર્તા,વેતાલપચીસી ની વાતો અભ્યાસક્રમમાં મૂકી શકાય.આ કરતા પણ શિક્ષક પોતાના જીવન પ્રસંગો જેમાં મૂલ્યો સંકળાયેલ હોય તેવી વાતો વિદ્યાર્થી ને માટે પ્રેરક બને છે.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s