Changes in Education System

આજે શિક્ષકો અને અને વાલીઓ ની સર્વ સામાન્ય ફરિયાદ છે કે બાળકને -વિદ્યાર્થીને -ભણવામાં રસ નથી જો કે ભણવામાં રસ ના હોય તો તેને વિદ્યાર્થી કેમ કહી શકાય ?
પણ આ રસ ના હોવાનું કારણ આપણે વિચારતા નથી તેથી જ ઉપર મુજબ ની ફરિયાદ થતી હોય છે.
આ બાબતે વિચારતા તુરત જ તેનો ઉકેલ મળે કે બાળક ને રસ રુચિ પ્રમાણે આપણે ભણવાનો મોકો આપીએ છીએ ખરા ?શું આપણે બધાને ડોક્ટર, એન્જીનીયર કે કલાકાર બનાવી શકીએ ? નહિ જ .
આજે નવમા અને દસમા ધોરણમાં પાંચ વિષયો ફરજીયાત ભણવાના છે.જે વિદ્યાર્થી ની મન:સ્થિતિ ને જરા પણ અનુકૂળ નથી.બધા વિદ્યાર્થી ને ભૌતિક વિજ્ઞાન કે રસાયણ વિજ્ઞાન અને ગણિતમાં રસ હોય શકે નહિ તેવી જ રીતે બધા જ વિદ્યાર્થી ને ચિત્ર, સંગીત કે ભાષા માં રસ હોય શકે નહિ.આ માટે હવે નવમા ધોરણ થી જ વિષય પસંદગી ની તક આપવી જોઈએ.
જયારે વિદ્યાર્થી અગિયારમાં ધોરણમાં આવે છે ત્યાર પછી બારમાં ધોરણમાં પરિણામ સારું જોવા મળે છે કેમકે તે તેના મનગમતા વિષયો ભણે છે.આનો અર્થ એ કે જો વિદ્યાર્થી ને રસ હોય તેવું ભણવા મળે તો વિધાયક પરિણામ પ્રાપ્ત થાય છે.
કોઠારી કમીશન મુજબ જયારે વ્યવસાય લક્ષી શાળા ઓ ખુલી ત્યારે આઠમાં ધોરણ થી જ રસ ને અનુરૂપ વિષય પસંદ કરવાની છૂટ હતી આને કારણે આવી વ્યવસાય લક્ષી શાળાઓ અસ્તિત્વ માં આવી હતી ટેકનીકલ હાઇસ્કૂલ પણ હતી જેને કારણે આવો રસ ધરાવનાર વિદ્યાર્થી ને તે બાજુ જ અભ્યાસ માં વળી જતા.
આજે દસમા ધોરણ પછી જ વિષય પસંદગી ની છૂટ હોવાથી કેટલાયે વિદ્યાર્થી દસમા ની બોર્ડ ની પરીક્ષામાં ફેઈલ થાય છે.પરિણામે હતાશ બને છે ચાલીસ થી પચાસ ટકા વિદ્યાર્થી ને ગણિત વિજ્ઞાન અઘરું લાગે છે.બોર્ડ ની દસમા ની પરીક્ષામાં આ વિષયમાં વિદ્યાર્થી ઓ ની રીપીટર ની સંખ્યા સૌથી વધુ હોય છે.દસમા ધોરણ ના શિક્ષકો જેને રસ નથી તેવા વિદ્યાર્થી ને ભણાવવા આકાશ પાતાળ એક કરે છે પણ તેમને પણ હતાશા સિવાય કંઈ લાધતું નથી.
આ માટે સારો ઉપાય એ છે કે માતૃભાષા એક જ ફરજીયાત હોય બાકી ગણિત-વિજ્ઞાન ને બદલે ચિત્ર કોમ્પ્યુટર સંગીત કે શારીરિક શિક્ષણ નો વિકલ્પ આપી જુઓ. ભણવા -ભણાવવા ની કેવી મજા આવે છે.ગણિત ના વિકલ્પે વાણિજ્ય ગણિત આપી શકાય વિજ્ઞાન ને બદલે શારીરિક વિજ્ઞાન કે માનવ જીવન વિજ્ઞાન આપી શકાય આમ થાય તો
શિક્ષણ માં નવોન્મેષ આવશે તેમ લાગે છે. આમાં નવું કરવાનું નથી પસંદગી ના વિકલ્પો વધુ આપવાના છે અથવા આ વિકલ્પો નું માળખું થોડું ફેરવવાનું છે.ઇચ્છીએ કે આવું થાય.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s