Holi

Image

ફાગણ માસની પૂર્ણિમા એ ઉજવાતો ઉત્સવ એટલે હોળી.હોળી માં અગ્નિ તત્વ ની પૂજા નું મહત્વ છે શરીર માં અગ્નિ જળવાઈ તો જ જીવન ટકે .અમારા ભૂતપૂર્વ આચાર્ય જે.એમ.ભટ્ટી કહે -ગરમી એ જ જીવન ઠંડી એટલે  મુર્ત્યું .”ઠંડ સો દંડ બફા સો નફા” .હોળી એટલે આંતર -બાહય શૌચનું પર્વ .મન અને તન ની શુદ્ધિ નો તહેવાર.શીતકાલ -શિયાળો પૂરો થયો છે,શરીર માં રહેલો કફ દૂર થાય તે માટે તો હોળી ઉજવાઈ છે.હોળી માટે છાણા લાકડા દ્વારા ચોક વચ્ચે હોળી પ્રગટાવાય છે.આ હોળી પાંચ-દશ મિનિટ ઉભા રહેવાથી આખું શરીર ગરમ થાય છે.શરીરમાં રહેલ કફ ઓગળે છે.નાડીઓ શુદ્ધ થાય છે.હવે આ કફ દૂર થાય તે માટે ધાણી દાળિયા જેવા શુષ્ક અને પચવા માં હળવા ધાન્ય ખાવાના છે છૂટા પડેલા કફ ને તે શોષી લે છે અને પછી ખજૂર ખાવાથી તેમાં રેસા  હોવાથી તે રેચક હોય કફ નું ઉત્સર્જન કરે છે-કફ મળ વાટે  દૂર થાય છે.
શરીર આહલાદ- પ્રહલાદ નો અનુભવ કરે છે.વળી હોળી પાસે ઉભા રહેવાથી શ્વાસ ગરમ હવા પ્રવેશવાથી ફેફસા માં રહેલ કફ છૂટો પડે છે.આમ સામુહિક રીતે બધા જાણે  “નાસ ”  લે છે.નાસ લેવાથી ફેફસા નું શુદ્ધિકરણ થાય છે.ગોદડું વીટી “નાસ” લેવો ના ગમે પણ સામાજિક રીતે બધા વાતો કરતા કરતા  હોળી પાસે ઉભા રહે તો ઊભું રહેવું પણ ગમે.આમ આ એક સામાજિક એકતા પણ ઉભી થાય છે.
બધા કચરા ને ભેગો કરી બાળી નાખવાથી સફાઈ ઝુંબેશ થાય છે.આમ આંતર બાહય શુદ્ધિ થાય છે.કેટલીક જગ્યાએ હોળી સમયે એકબીજા ને અપશબ્દો-ગાળો દેવામાં આવે છે.જેમાં દુઃખ કે ખોટું લગાડવાનું નહિ “બુરા મત માનો હોલી હૈ “આમાં એક પ્રકાર નું ભાવ વિરેચન -મનોવૈજ્ઞાનિક પદ્ધતિ દ્વારા મન શુદ્ધ થાય છે.હળવું બને છે.ગાળ સહન કરવાની શક્તિ આવે છે અને મનમાં રહેલું બધું કહી દેવાય છે.આમ અંત:કરણો ની શુદ્ધિ થાય છે.
કેશુડા થી નહાવાથી ચામડી ના રોગો દૂર થાય છે.
આ બધી અશુદ્ધિ દૂર થાય તો જ જીવન માં નવા રંગ ભરી શકાય,જીવનને  રંગીન બનાવી શકાય નહિ તો જીવન કીચડ થી ભરાયેલું જ રહે.આપણે કેવું બનાવવું છે? બોલો .
હોળી નું ધાર્મિક મહત્વ તો છે જ પ્રહલાદ જેવી શ્રધ્ધા અને ઈશ્વર નો ભરોશો હોય તો ભગવાન ક્યાં નથી? શ્રધ્ધા વગર ભક્તિ સંભવે જ નહિ .હિરણ્યકશિપુ ને પરમ તત્વ પ્રત્યે જ અશ્રદ્ધા છે તેથીજ તેનો વિનાશ થયો.વૈજ્ઞાનિકો પણ કાર્ય -કારણના મહા નિયમ માં,કુદરત માં એકરૂપતા અને કુદરત માં વૈવિધ્ય એ નિયમ માં શ્રધ્ધા રાખે છે.
હોલિકા -ફાયર પ્રૂફ  લેડી- છે પણ તેને શ્રધ્ધા નથી તેને દિવ્ય વસ્ત્ર માં સંશોધન થયેલ વસ્ત્ર માં શ્રધ્ધા છે,પણ પરમતત્વ માં વિશ્વાસ નથી આમ અશ્રદ્ધા રૂપી હોલિકા નું દહન -રોગ -અશુદ્ધિ નો દહન એ આજ નો સંદેશ.આમ હોળી એટલે અંગ્રજી માં Holy પવિત્રતા પામવાનો દિવસ.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s