Sun Soul Of World

આપણે કદી વિચાર્યું છે કે શા માટે આ ઋતુઓમાં પરિવર્તન થાય છે ? અત્યારે વસંત ઋતુમાં લીમડાના પર્ણ નવા નવા આવ્યા છે.આંબા પર નાનાં  નાનાં રતુમડા પર્ણો જોવા મળે છે.આવા મોટા વૃક્ષો ને કોઈ પાણી પણ પાતું નથી છતાં તેમાં નવી ટશરો જોવા મળે છે.
વસંતમાં તળના પાણી સૂર્ય ની ગુરુત્વાકર્ષણ શક્તિ થી ઊચા આવે છે અને આ વ્રુક્ષો વગર વરસાદે ખીલે છે.પર્ણોમાં પહેલા લાલાશ પછી કોર અને મોર આવે છે.સૂર્ય ની અસર માનવ જીવન પર એટલી જ જોવા મળે છે.
જ્યોતિષશાસ્ત્ર કહે છે કે જેમનો જન્મ ૧૪ એપ્રિલ થી ૧૪ મે પાશ્ચાત્ય પંચાગ મુજબ ૨૩ એપ્રિલ થી ૨૨ મે સુધીમાં થયો હોય અને સવારે ૬ થી ૮ નો સમય હોય તો  તેમનો સૂર્ય ઉચ્ચ કહેવાય તેમના શરીર માં ગરમી નું પ્રમાણ વધારે હોય છે.તેમના હાડકા મજબૂત હોય છે તેમને પિતા તરફ થી સુખ અને લાભ મળે છે.ઉચાઈ પણ સારી હોય છે.
જો આ માસ માં સાંજે સમય ૪ થી ૬ માં જન્મ હોય તો પેટ -આતરડા ને લગતા ગરમી ના રોગો જોવા મળે છે.
આ ગાળા માં જન્મેલા ન્યાયપ્રિય અને ગુસ્સા વાળા જોવા મળે છે.સરકારી નોકરી કરતા અને તેમાં ઉચ્ચ હોદ્દો મેળવે છે.ગવર્મેન્ટ, રાજકારણ, મેડીકલ ક્ષેત્ર સૂર્ય ના ક્ષેત્ર છે.આવા લોકો પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવે છે.એકંદરે આરોગ્ય સારું રહે છે.
૧૪ ઓગસ્ટ ૧૪ સપ્ટેમ્બર સુધીમાં પાશ્ચાત્ય પંચાગ મુજબ ૨૩  જુલાઈ થી ૨૩ ઓગસ્ટ સુધીમાં જન્મેલા વ્યક્તિ ને સૂર્ય સ્વગૃહી કહેવાય છે.આવો સૂર્ય સિહ રાશી માં હોય ત્યારે પણ ઉપર પ્રમાણે અસરો બતાવે છે.
૧૪ ઓક્ટોબર થી ૧૪ નવેમ્બર સુધીપાશ્ચાત્ય પંચાગ મુજબ ૨૩ સપ્ટેમ્બર થી ૨૨ ઓક્ટોબર  સૂર્ય તુલા રાશી માં હોય છે ત્યારે તેનું બળ ઓછુ હોય છે વાતાવરણ માં ભેજ ઘટે છે.આ ગાળા માં જન્મેલા ખાસ કરી ને રાત્રે જન્મેલા ના હાડકા નબળા જોવા મળે છે કેલ્સિયમ નું પ્રમાણ ઓછુ હોય છે તેમણે દૂધ દ્વારા આ ખોટ પૂરી કરવી જોઈએ અને ઉગતા સૂર્ય માં રહી ને આ ખોટ સરભર કરી શકાય.
વર્તમાન સમય માં ખગોળ કે જ્યોતિષ નું પ્રાથમિક જ્ઞાન મેળવવા થી જીવન સુખી સમૃદ્ધ બનાવી શકાય.જ્યોતિષ શાસ્ત્ર અને ખગોળશાસ્ત્ર નો તાર્કિક રીતે અભ્યાસ કરવો તે અંધશ્રદ્ધા નથી.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s