Chyavanprash

વિષ્ણુ ના નાભિકમળ માંથી બ્રહ્મા. બ્રહ્મા ના પુત્ર મરીચિ. તેના પુત્ર કશ્યપ ઋષિ. તેને દક્ષ પ્રજાપતિ ની તેર કન્યાઓ સાથે વિવાહ કર્યા.  દેવતા, દાનવો, યક્ષો, સર્પો, પશુઓ પક્ષીઓ બધા જન્મ્યા તેથી આ “કાશ્યપીસૃષ્ટી” કહેવાય છે. દેવતાઓ માં શ્રેષ્ઠ સૂર્ય તેમના પુત્ર વિવસ્વાન મનુ. આ મનુ ને નવ પુત્રો: નાભાગ, ધૃષ્ટ, શર્યાતી, નરીશ્યંત, પ્રાંશુ, નૃગ, દિષ્ટ, કરુષ, પૃશઘ્ર.

આમાં શર્યાતી ને ૪૦૦૦ પત્નીઓ.  તેમને અનેક રાજકુંવરીઓ. તેમ એક સુકન્યા, ખૂબ જ સુંદર અને રાજા-રાણી ની લાડકી. રાજા એક વાર જંગલમાં સરોવર નજીક કુટુંબ સાથે ફરવા ગયા. ત્યાં ચ્યવન ઋષિ નો આશ્રમ હતો. ઋષિ અન્ન-જળ નો ત્યાગ કરીને તપ કરતા. શરીર એકદમ ક્ષીણ થઇ ગયું હતું. ફરતે ઉધઈ નો રાફડો થઇ ગયો હતો અને વેલાઓ પણ વીંટાયેલ હતા. રાફડા (વાલ્મીક) માંથી તેમની બે આંખો તેજસ્વી આગિયા ની જેમ ચમકતી હતી. કન્યાઓ રમતા રમતા ત્ય પહોંચી. સુકન્યાએ ચંચળતાવશ આ બંને આંખો માં કાંટાઓ ભોંક્યા. પ્રવાહી નીકળતું જોઈ ને કન્યા ભાગી ગઈ. મુની નો અવાજ રાફડા માંથી, શરીર ક્ષીણ હોવા ને કારણે સંભળાયો નહિ. ઋષિ ને ખૂબ પીડા થઇ. ભૃગુ ના પુત્ર ચ્યવન એ કઈ શ્રાપ ના આપ્યો, પણ પીડા ના કર્મ ના અપરાધથી રાજા, તેની સેનાઓ અને કુટુંબ નેકુદરતી હાજતો બંધ થઇ ગઈ. રાજા ને થયું કે કોઈક આપણા દ્વારા પીડા થઇ છે.

રાજા, પ્રધાનો અને સેના આશ્રમ માં આવ્યા. ઋષિ ની માફી માગી. સેવા માટે સુકન્યા ને આશ્રમ માં રેહવાનું નક્કી થયું. સુકન્યા ઋષિ ની સેવા કરવા લાગી. કેટલાક સમય બાદ સૂર્ય ના બે પુત્રો અશ્વિનીકુમાર આવ્યા. સુંદર કન્યા અને ઋષિ ને જોઇને તેમણે આશ્ચર્ય થયું. અશ્વિનીકુમારો સુકન્યા ની પ્રશંસા કરવા લાગ્યા. પરંતુ સતી સુકન્યા એ વધુ બોલવાની ના પાડી. અશ્વિનીકુમારો એ શરત કરી અને કહ્યું, “તારા પતિ ને અમારી જેવો જ સુંદર બનાવી દઈએ. અમારા ત્રણ માંથી તું કોઈ એક ની સાથે રહી શકીશ.”. શરત નો સ્વીકાર થયો. ઔષધીઓ દ્વારા ચ્યવન અશ્વિનીકુમાર જેવા જ બન્યા. સુકન્યા માટે કસોટી ની ઘડી આવી. પરંતુ સરસ્વતી ની કૃપાથી પોતાના પતિ ને ઓળખી લીધો. ત્યારબાદ ચ્યવને અશ્વિનીકુમારો ને કહ્યું કે, “હું તમને શું મદદ કરી શકું?”. અશ્વિનીકુમારો એ કહ્યું કે, “અમને યજ્ઞ માં સોમરસ ના પાન નો અધિકાર નથી. તે ઇન્દ્ર પાસેથી મેળવી આપો. અને ચીકીત્સશાસ્ત્રીઓ નું માન નથી. તેમનું માન વધે એવું કરો.”

પચ્ચી શર્યાતી ને ત્યાં યજ્ઞ થયો. ઇન્દ્રનો વિરોધ હોવા છતાં ચ્યવન મુનીએ આ દેવોના વૈદ્યો ને સોમરસ નો અધિકાર અપાવ્યો. આ ચ્યવન મુની જ ઔષધીથી યુવાન બન્યા, તે આમળાં માંથી બનેલી ઔષધી એ જ ચ્યવાન્પ્રાશ અને ડોક્ટરો નો વ્યવસાય માનવંતો બન્યો.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s