DJ

આપણે ત્યાં શુભ પ્રસંગ હોય અને આનંદ થાય તે સ્વાભાવિક છે.પરંતુ બીજા નો વિચાર ના કરવો તે માનસિક રીતે પછાતપણું સૂચવે છે.કેટલીક વાર લગ્ન નો વરઘોડો નીકળે, DJ મ્યુઝિક કાન  ફાડી નાખે તેવું વાગે.આપણે  ઘણીવાર  વર્તમાનપત્ર માં વાંચીએ છીએ કે વરઘોડામાં જ નાચતા નાચતા હાર્ટ ફેઈલ થયું.એકવાર વાચ્યું કે એક વર્ષ ની બાળકી નું આવા લગ્ન સમયે ફટાકડા ના અવાજ થી મૃત્યુ થયું.આવા મૃત્યુ થી તે માતા પિતા ની વેદના નો વિચાર કોઈએ કર્યો ખરો ?
શું અવાજ ધૂમ ધડાકા કરી ને જ લગ્ન થાય ? આનદપ્રમોદ અવાજ દ્વારા જ વ્યક્ત કરી શકાય ?
શિક્ષિત કેળવાયેલી વ્યક્તિ એ વિચારવા જેવું છે.એ સિવાય  કોણ વિચારશે ?
હા ,એવું નથી કે આનંદ ના કરવો, પણ મધુર ગીતો , નૃત્ય દ્વારા આનંદ વ્યક્ત થઈ  શકે.
આ બાબતે પશુઓ અને પંખીઓ નો વિચાર પણ  આપણે કરવો જોઈએ .દિવાળી કે લગ્ન સમયે ફૂટતા ફટાકડા થી પક્ષી ની હાલત કેવી થતી હશે.આપણે રાત્રે ૧૧ કે ૧૨ વાગ્યે dj વગાડીએ તો સવારે મોડા ઉઠીએ પણ પક્ષીઓ તો સૂર્યોદય થતા જ તેમણે જાગી જવું પડે છે અને સૂર્યાસ્ત થતા સૂઈ જાય છે.તે તેમની પ્રકૃતિ છે.તેઓ પણ આનંદ વ્યક્ત કરે છે પણ આપણી જેમ નહિ.તેમની પર આ સંગીત ની કેવી અસર થતી હશે એવું વિચારવાનો સમય પાકી ગયો છે, નહિ તો કુદરત આપણી વિશે નહિ વિચારે એમ આપણે પણ વિચારી રાખવું.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s