Satvagun

સત્વ ગુણ
સત્વ એટલે ઉર્જા કે ઓજ જેને આપણે શક્તિ પણ કહીએ .પ્રકૃતિ નો આ એક ગુણ.સમગ્ર જગત નું કારણ ત્રણ ગુણો હોવાથી જગત માં પણ આ ત્રણ ગુણો જોવા મળે છે. જ્યાં જ્યાં સત્વ ત્યાં શક્તિ ઉર્જા જોવા મળે.
જયારે જ્ઞાન મેળવવા ની ઈચ્છા થાય નવું જાણવાનું મન થાય ત્યારે સત્વ ગુણ વધ્યો સમજવો. પરંતુ ભૌતિક સુખ સગવડ માટેનું જ્ઞાન  નહિપરંતુ  અધ્યાત્મ એટલે જગત ના મૂળભૂત તત્વો તરફ ની જીજ્ઞાશા જન્મે ત્યારે સત્વ નો પ્રભાવ વધ્યો સમજવો પરોપકાર, નિષ્કામ દાનવૃત્તિ દયા જેવા ભાવો પેદા થાય ત્યારે સત્વ ગુણ વધ્યો જાણવો.
ભગવતગીતાના સતરમાં અધ્યાય માં સાત્વિકતા વિશે કહ્યું છે કે
આવા લોકો દેવો ને પૂજે છે,આયુષ્ય,  બુદ્ધિ , બળ આરોગ્ય ,સુખ અને પ્રીતિ વધારનારા ,રસયુક્ત સ્નિગ્ધ (ઘી અને તેલ )  જે પદાર્થો નો સાર ઘણા સમય સુધી શરીર માં રહે અને ઉર્જા પેદા કરે અને કુદરતી રીતે જ ગમે તેવા આહાર સાત્વિક માણસો ને ગમે છે.
આવા માણસો ફળ ની ઈચ્છા વગર કર્તવ્ય કર્મ કરે છે.પ્રતિ ઉપકાર ની ઈચ્છા વગર થતું દાન સાત્વિક કહેવાય છે.
જયારે સત્વ વધે ત્યારે શરીર અને મન હળવાશ નો અનુભવ કરે છે.દાન આપી ને કે કોઈ નું સારું થાય તેવું કામ કરી ને જે ભાવ જન્મે ત્યારે સાત્વિક થયા સમજવું.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s