Occasional

પ્રિલીમ પરીક્ષા પૂરી થઈ.પેપર જોવાની મોસમ ચાલે છે.શાળા માં ઘરે જયારે સમય મળે ત્યારે “વીજળી ના ચમકારે મોતીડા પરોવી લે પાનબાઈ “ભજન યાદ કરી ને પેપર (ઉત્તરવહી ) જોવા માંડવું પડે, નહિ તો આ કામ પૂરું ના થાય.આ કામ ઘઉં વીણવા જેવું અઘરું અને લાંબુ છે.”દ્રૌપદી વસ્ત્રો” ની જેમ લંબાયા જ કરે . શાળામાં તાસ ના હોય ત્યારે આ પેપર જોવાનું ચાલે.વચ્ચે વચ્ચે વિનોદવૃત્તિ પણ થતી રહે .અમારા સ્ટાફ માં “વિનોદ” પણ છે.સામાન્ય રીતે શિક્ષકો ધીર ગંભીર હોય છે. પહેલા કહેવાતું ,

ઢીલા ઢીલા ધોતિયા ને વીલા વીલા મોં ,રખે ને ભાઈ તમે માસ્તર હો.

કાલે  આવી રમૂજ ચાલતી  હતી તેમાં અમારા માં ના એક વાણીજય ના શિક્ષક બેને પ્રશ્ન પૂછ્યો ( બેન મારા વિધાર્થી જ હતા  બીજા પણ ચાર શિક્ષકો મારા ભૂતપર્વ  વિદ્યાર્થીઓ છે.આવા ફાંકા મારવાની અમને ટેવ છે હો.પણ સાચા ફાંકા.સહન કરજો. ) આજે એક રૂપિયો પાંચ વર્ષે ડબલ થાય તો સો વર્ષે કેટલા થાય? બધા એ હસી ને આ પ્રશ્ન ઉડાવ્યો કેમ કે તેમાં કેલ્ક્યુલેટર નો ઉપયોગ કરવો પડે, સમય પણ બગડે.જે પોસાય તેમ નહોતું.પણ હું કંટાળેલો મે ગણવાનું શરુ કર્યું.મારા પ્રશ્ન પત્ર ની “કી”પર જ હિસાબ શરું કર્યો. એક રૂપિયા ના ડબલ થતા થતા ૫ વર્ષે ૨ રૂપિયા ૧૦ વર્ષે ૪ રૂપિયા  અને ૧૦૦ વર્ષે ૧૦૪૮૫૭૬ રૂપિયા થાય . અધધધ…ધ અન્ય શિક્ષકો ને થયું કે વિદ્યાર્થીનિ એ શિક્ષક ને લેસન આપ્યું ,પણ મારે આજે આ વાત ચોથા તાસ માં ૧૧ માં ધોરણ માં કરવાની છે.અમારે ૧૧ માં માં ભણતો વિશાલ રોજ ૮ થી દસ માવા ખાય.હું કહું કે તારા પિતા ના કેટલા રૂપિયા બગડે તો કહે હું સ્લેબ નું કામ કરું છું .મારા રૂપિયા ના જ ખાઉં છું.તેના પિતા મારા વિદ્યાર્થી જ .(સાચો જ ફાંકો )મારે આજે વિશાલ ને કહેવું છે કે તું એક માવો ઓછો કર કેટલી બચત થાય.કાશ, અસર થાય તો…અમારી શાળા માં એક સુવિચાર નું પાટિયું હતું.જેમાં લખ્યું હતું.

માતા અને શિક્ષક કદી નિરાશ થતા નથી.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s