Coalition Of Three Planets

ખગોળશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્ર ની દૃષ્ટિએ મહત્વની ઘટના અસ્તિત્વમાં આવી છે, તુલા રાશીમાં શનિ મહારાજ, મંગળ મહારાજ અને રાહુ દેવ (જેમેને દેવો ની પંક્તિમાં  બેસી ને અમૃતપાન કર્યું હતું.)છેલ્લા થોડા વખત થી આ બાબતે વર્તમાન પત્રો માં ચર્ચા ચાલે છે. આ જગત નું કારણ પ્રકૃતિ છે અને પ્રકૃતિ જીવ માત્ર ની ઉત્પતિ અને રક્ષણ કરે છે, ગ્રહો પણ તેમાંથી જ ઉત્પન્ન થયેલા છે.તે પણ પ્રકૃતિ ના સત્વ રજ અને તમ એવાં ત્રણ ગુણો ધરાવે છે તો ગ્રહો જગત અને જીવો નું અહિત ના જ કરે.એ સ્વાભાવિક છે. તેથી આ ત્રિગ્રહ યુતિ થી ભય પામવાને બદલે વિધાયક રીતે વિચારવાની જરૂર છે.હવે ત્રણે ગ્રહો ની પ્રકુતિ જોઈએ.

તુલા એ શુક્ર નું ઘર છે. તુલા વાયુ પ્રકૃતિ ધરાવે છે. શુક્ર વિલાસિતા નો ગ્રહ છે. સુંદરતા, સમજ અને શ્રમ પ્રિય ગુણો ધરાવતી  આ તુલા માં ત્રિગ્રહ યુતિ થઇ છે.

શનિ ગ્રહ વાયુ પ્રકૃતિ ધરાવે છે.અને તુલા તેની ઉચ્ચ રાશી છે.શનિ મહારાજ ન્યાય ના દેવ છે.તુલા માં દોઢ વર્ષ થી આગમન થયું ત્યારથી ન્યાય નું વર્ચસ્વ વધ્યું છે.પરંતુ આ મંદ ગતિ ધરાવતો ગ્રહ હોવાથી ન્યાય માં વાર લાગે છે.હવે તેમાં ગતિશીલ મંગળ ગ્રહ ઝડપ લાવશે. શિવ ને પ્રિય છે.ન્યાય, તત્વજ્ઞાન,ચિંતન દુઃખ નો કારક કહ્યો છે.  સગાવહાલામાં  તે નાના ભાઈ,પાડોશી નો કારક છે.

મંગળ અગ્નિ પ્રકૃતિ, ગતિશીલ પ્રકૃતિ ધરાવે છે.ઇલેક્ટ્રિક, અગ્નિ, જમીન, કાચ, અને રસાયણ પર પ્રભાવ ધરાવે છે.કાર્તિકેય ને મંગળ નું સ્વરૂપ મનાય છે.મંગળ ભૂમિપુત્ર છે.તેથી જ તેનું નામ ભૂમિ પુત્ર છે.

રાહુ આભાસ ભ્રમ ઉત્પન્ન કરી શકે છે,શ્રમ કરનાર લોકો પર પ્રભાવ ધરાવે છે.સ્ટીલ ધાતુ સગાઓ માં તે દાદા, પિતૃ પર પ્રભાવ ધરાવે છે.જાદુઈ ચમત્કારી બાબતો તંત્ર વિદ્યા પર પ્રભુત્વ  છે.

ઉપર ની બધી લાક્ષણિકતા જોતા લાગે છે કે કોમ્પ્યુટર ક્ષેત્રે ક્રાંતિ આવે તેમાં ઇલેક્ટ્રિક એટલે મંગળ આઠ અંક નો પ્રભાવ હોવાથી શનિ, આભાસ જાદુઈપણુંએટલે રાહુ , શુક્ર ની  આકર્ષકતા બધું જોવા મળે છે.

ઉપરાંત બધા ઉપર ના જણાવેલા ક્ષેત્રે ન્યાય (શનિ ), સુંદરતા (શુક્ર) ઇલેક્ટ્રિક (મંગળ) નિમ્ન શ્રમિક વર્ગ (રાહુ)  પર ક્રાંતિ અને પ્રભાવ જોવા મળશે.ત્રીસ વર્ષે શનિ મહારાજ તુલા માં આવી ને ન્યાય આપે છે.તેમને બાકી ના બે ગ્રહ નો સાથ મળશે.તેની વિધાયક અસરો જોવા મળશે.તેથી ગભરાવા જેવું નથી. રાહુ,શુક્ર, શનિ અને મંગળ શિવ ને પ્રિય છે તેથી શિવ પૂજા રુદ્રી કરી ને પ્રાર્થના કરી ને કહેવું કે સર્વત્ર ન્યાય વ્યાપી રહો.

 

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s