Examination

શેઠ શગાળશા, નરસિંહ મહેતા, ધ્રુવ મીરાંબાઈ વગેરેની પરીક્ષા ભગવાને કરી ત્યારે ભક્તોએ પણ ભગવાન ને કહ્યું હતું કે, “ભગવાન, આવી પરીક્ષા કલિયુગ માં કોઈની લેશો નહિ તો કોઈ કળીયુગમાં કોઈ ભક્તિ નહિ કરે”.

આજે પણ .. પરીક્ષા આવી .. તનાવ લાવી..

વર્તમાન પત્રો વાંચીએ તો બોર્ડની પરીક્ષા આવી રહી છે. સમગ્ર શિક્ષણ તંત્ર સજ્જ થયું છે. વિદ્યાર્થીઓ, શિક્ષકો, વાલીઓ, આચાર્યો કે સ્થળ સંચાલકો, શાળા સંચાલકો, શિક્ષણાધિકારી – સમગ્ર શિક્ષણ વિભાગ તનાવ અનુભવે છે. વર્તમાન પરીક્ષા તો જાણે નિરીક્ષક અને વિદ્યાર્થી વચ્ચે ચોર-પોલીસ ની રમત હોય એવો માહોલ રચાય છે. શું આ ભાવિ સમાજ માટે યોગ્ય છે?

આનો શ્રેષ્ઠ ઉપાય “ઓપન બૂક એક્ઝામ” છે. જો ડોક્ટર, શિક્ષક, વકીલ વગેરે સંદર્ભ ગ્રંથો જોઇને નિર્ણય લે એ ખોટું નથી તો વિદ્યાર્થી ભલેને અનેક સંદર્ભ પુસ્તકો લઈને પરીક્ષા આપે. આનાથી વિદ્યાર્થી સહિત બધા તનાવ મુક્ત થશે. પરંતુ, ગુણાંકન મૌલિકતા ને આધારે કરવું જોઈએ. આમ કરવાથી વિદ્યાર્થીની આત્મહત્યા નો પ્રશ્ન જ ઊભો નહિ થાય. સમગ્ર તંત્ર તનાવ મુક્ત થઈને હળવાશ અનુભવશે. સ્કવોડ રાખવાના ખર્ચમાંથી મુક્તિ મળશે અને છેલ્લે વિશ્વાસનું વાતાવરણ ઊભું થશે.

કેન્દ્રીય શાળા (C.B.S.E.) દ્વારા તો ૧૦ માં ની પરીક્ષા “ઓપન બૂક એક્ઝામ” લેવાનું શરૂ થઇ ગયું છે. હવે સ્મૃતિલક્ષી પરીક્ષા નો કોઈ અર્થ નથી કેમકે કોમ્પ્યુટર યુગ માં અને જ્ઞાન વિસ્ફોટ ના સંદર્ભ માં કૌશલ્યની જ પરીક્ષા લેવાવી જોઈએ. આજે બહુ ઓછા વિદ્યાર્થી ને વાંચવું ગમે છે. હા મોબાઇલ માં SMS લખવા-વાંચવા ગમે છે. લેશન પણ હવેના વિદ્યાર્થી ને ટેબલેટ કે લેપટોપ માં કરવું ગમશે. શું આ સમય માં “ઓપન બૂક એક્ઝામ” યોગ્ય નથી લાગતી?

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s