Gita Jaynti

Image

આજે માગશર સુદ ૧૧ ના રોજ ગીતા જયંતી ઉજવાય છે. श्रीमता भगवता गीता શ્રીમાન ભગવાન કૃષ્ણ દ્વારા ગવાયેલ તે ગીતા. ‘ગીતા’ શબ્દ સંસ્કૃત ના ‘गै’ ધાતુ પરથી બનેલો છે. તેનો અર્થ થાય છે ‘ગાવું’. તેનું કર્મણી ભૂતકૃદંત નું રૂપ થાય ‘गीत’, એટલે કે જે ગવાયેલું છે તે. તેનું સ્ત્રીલિંગ બન્યું છે ‘गीता’.

‘गीता’ મહાભારત મહાકાવ્યના ભીષ્મ પર્વ ના ૨૫ થી ૪૨, એમ કુલ ૧૮ અધ્યાય માં જોવા મળે છે. મહાભારત ગ્રંથ વ્યાસ રચિત અને ગણપતિ દ્વારા લખાયેલો છે. મહાભારત નું મૂળ નામ ‘जय’ (૨૪૦૦૦ શ્લોકો) હતું. પછી સુત-શૌનક દ્વારા આ ગ્રંથ માં પ્રક્ષેપો થતા ‘भारत’ (૪૮૦૦૦ શ્લોકો) થયું. ત્યારબાદ વૈશંપાયન અને જન્મેજય ના સંવાદ રૂપે ‘महाभारत’ (૧૦૦૦૦૦ શ્લોકો) થયા.

ભગવદ્ ગીતા માં ૭૦૦ શ્લોકો જોવા મળે છે. આમાં પણ પ્રક્ષેપો થયા હોય તેવું લાગે છે કેમકે રણ મધ્યે ભગવાન શ્રી કૃષ્ણ ૭૦૦ શ્લોકો બોલે એ કેમ શક્ય બને? પરંતુ બીજા અધ્યાય માં ૧૧ માં શ્લોક થી ૫૩ માં શ્લોક સુધી જે સાંખ્ય યોગ રજૂ થયો છે એ જ મૂળભૂત ગીતા છે. જેમાં અર્જુન ને હિંમત અને માર્ગદર્શન અપાઈ ચુક્યા છે પરંતુ સામાન્ય જન સમાજ ને સમજાય એ માટે વળી શ્રી કૃષ્ણ – અર્જુન ના સંવાદ રૂપે પુનરાવર્તન પામ્યા છે. મૂળભૂત તો આત્મા અને શરીર વચ્ચે ભિન્નતા નું જ્ઞાન આ શ્લોકોમાં અપાઈ ચુક્યું છે. જેને સાંખ્ય દર્શન કહેવાય છે. આ જ્ઞાન થી જ મોહ નષ્ટ થઇ જાય છે.

ચર્પટપન્જરીકા સ્તોત્ર માં કહ્યું છે કે,

गेयं गीता नाम सहस्रं ध्येयं श्रीपति रुपमजस्रम |
नेयं सज्जन संगे चित्तम् देयं दीनजनाय च वित्तम् ||

One thought on “Gita Jaynti

Leave a comment