Tridosh

ત્રિદોષ ની અસમાનતા અને રોગ
આયુર્વેદ માં ત્રણ દોષો માં અસમાનતા થાય ત્યારે રોગ જન્મે છે.રોગના મૂળ માં ત્રણ દોષ હોય જ છે. જો ત્રણ દોષો ને જાણી લેવાય તો રોગો થી બચી શકાય.
કફ
જયારે કફ દૂષિત થાય ત્યારે ખંજવાળ આવે, ચર્મ રોગ થાય આયુર્વેદ માં સૂત્ર છે કે कफेन विना न कंडू |કફ વગર ખંજવાળ નહિ.કફ થાય ત્યારે શરીર સાથે દુશ્મન જેવો વ્યવહાર કરવો. कफे शत्रुवत | એટલે કે કટુ રસ નું સેવન કરવું.શરીર ને સહન કરી શકે તેવી ઉંમર હોય તો શ્રમ કરવો.તેનાથી કફ ઓગળે.હા,વધુ પડતો અતિ શ્રમ નહિ.તૂરો રસ પણ કફ દૂર કરવામાં મદદ કરે .
વાયુ
જયારે વાયુ દૂષિત થાય ત્યારે શરીર માં દુખાવો શરુ થાય આને માટે કહેવાયું છે કે वातेन विना न शूलम | અર્થાત્ વાયુ વગર શૂળ ના જન્મે જયારે શરીર માં દુખાવો હોય ત્યારે શરીર સાથે મિત્ર જેવો વ્યવહાર કરવો.वाते मित्रवत |વાયુ દોષ માં શરીર સાથે મિત્ર જેવો વ્યવહાર કરવો મિત્ર સાથે સ્નેહ હોવો જોઈએ સ્નેહ એટલે તેલ વાયુમાં તેલ માલીશ કરવો જોઈએ જેથી દુખાવા માં રાહત થાય.તેમાં તલતેલ ઉત્તમ.
પિત
જયારે પિત દૂષિત થાય ત્યારે શરીર માં દાહ જન્મે છે.આને માટે સૂત્ર છે કે पितेन विना न दाहम| પિત વગર દાહ બળતરા થાય નહિ એ.સી.ડી.ટી.માં પિત હોય જ .પિત વધે ત્યારે શરીર સાથે જમાઈ જેવો વ્યવહાર કરવો पिते जामातृवत|પિત પ્રકોપ થાય ત્યારે જમાઈ ને જેમ મિષ્ટાન્ન, દૂધપાક,ઘી વાળા ભોજન જમાડીએ તેમ શરીર ને સાચવવું.
શિયાળા માં કફ, ઉનાળા માં વાયુ અને ચોમાસામાં પિત પ્રકોપે છે.આ ઉપરાંત કોઈ વ્યક્તિ ની પ્રકૃતિ ને આધારે પણ આવી ઋતુ ના હોય તો પણ અમુક રોગો આહાર વિહાર ને કારણે પણ સંભવે ત્યારે દેશ કાલ ને અનુસરી ને  ઉપચારો કરવા.આમાં નિષ્ણાત વૈધ વધુ મદદ કરી શકે.

Advertisements

One thought on “Tridosh

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s